SAMSUNG ગેલેક્સી નોટ-7માં આવેલી ખામીના કારણે એપલને મળી શકે છે ફાયદો
નવી દિલ્હી: 9 સપ્ટેમ્બર 2016
સેમસંગ ગેલેક્સી નોટ-7માં આવેલી અમુક ખામીઓના કારણે સેમસંગને મોટું નુકસાન ભોગવવું પડી રહ્યું છે. આપને જણાવી દઈએ કે અમુક સમય પહેલા ગેલેક્સી નોટ-7માં બેટરી ફાટવાની અને આગ લાગવાના સમાચાર સામે આવ્યા હતા. જેણે ધ્યાનમાં રાખતા કંપીએ તેનું વેચાણ અટકાવી દીધું હતું અને વિશ્વ સ્તર પર તમામ નોટ-7 ફોનને પાછા લેવાનો નિર્ણય કર્યો છે.
ત્યાંજ બીજી બાજુ એપલ માટે આ એક ફાયદાકારક તક સાબિત થઇ છે. એપલ તેના નવા આઈફોન 7ને લોન્ચ કરી દીધો છે. તેની ઉપલબ્ધતામાં જો કંપની મોટું અંતર નહિ રહે તો તેને આ તકનો લાભ મળી શકે. સેમસંગએ પોતાની માર્કેટ સ્ટ્રેટેજી અને તહેવારોને ધ્યાનમાં રાખતા ગેલેક્સી નોટ-7 ફોન રજુ કર્યો હતો. કંપનીનો માર્કેટ પ્લાન હતો કે તે આઈફોન 7 થી પહેલા ગ્રાહકોને તેના સ્માર્ટફોન થી આકર્ષિત કરી શકે. પરંતુ નોટ-7માં આવેલી ટેકનિકલ ખામીના કારણે કંપનીની યોજના પર પાણી ફેરવાઈ ગયું છે.
આવામાં આઈફોન 7 અને 7 પ્લસને લઇ એપલ પાસે બજારમાં પોતાનું વર્ચસ્વ બનાવવા માટે ખાસ તક છે.
ટેકનિકલ ખામીના જોતા સેમસંગનું વલણ
સેમસંગ નોટ-7 માં આવેલી ટેકનિકલ ખામીના કારણે કંપનીએ આ મામલે જણવ્યું કે અત્યાર સુધી દુનિયાભરમાં થી 35 કિસ્સા સામે આવ્યા છે, અને અમે આ ખામીની ઊંડાણમાં તપાસ કરી રહ્યા છે જેથી બેટરીઓ ની ખામી જાણી શકાય. સેમસંગ હાઈ ક્વોલિટી પ્રોડક્ટ્સ બનાવવા માટે વિશ્વમાં પ્રસીધ્ધ છે. આ સાથે અમે અમારા તમામ ગ્રાહકોની દરેક સમસ્યાને ગંભીરતા થી લઇ રહ્યા છે. એટલા માટે અમે તમામ નોટ-7 ફોનને પરત મંગાવવાનો નિર્ણય કર્યો છે.
એક્સપર્ટની નજરમાં સેમસંગના નોટ-7માં આવેલી ખરાબી કંપની માટે એક ખરાબ સ્થિતિ ઉભી કરી શકે છે. તેની અસર કંપની વેચાણ પણ જોવા મળી શકે છે. એક્સપર્ટસનું માનવું છે કે બજારની ભાવનાઓ હાલમાં એપલ તરફ છે. કારણે કે સેમસંગ પોતાના ફોનને પરત લેવાથી એપલને ફાયદો થશે.