ગાંધીનગરગુજરાત

નાગરિકતા કાનુન ને લઈને ગુજરાત ભાજપા માં પડ્યા બે ફાંટા…

ગાંધીનગર
નાગરિક સંશોધન બિલના વિરોધ માં આખાય દેશમાં પ્રદર્શન થઇ રહ્યા છે. આ જોઈ એવું લાગી રહ્યું છે કે સરકાર બેકફૂટમાં આવી છે. ત્યારે હવે આ વિરોધો બાદ ભાજપ માટે પણ ચિંતાનો વિષય બની ગયો છે. કારણ કે હવે ભાજપના લઘુમતી સેલના અગ્રણીઓ પણ સરકારના આ બિલથી નારાજ ચાલી રહ્યા છે એવી સુત્રો તરફ થી ખબર મળી રહી છે. લઘુમતી સેલના અગ્રણીઓએ ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીને રજુઆત કરી છે નાગરીક સંશોધન બિલના કારણે ભાજપના વફાદાર ગણાતા કેટલાક મુસ્લિમોમાં સરકાર માટે નકારાત્મકતા જાગી રહી છે.
મળેલી જાણકારી અનુસાર, કેટલાક મુસ્લિમ અગ્રણીઓ માને છે કે વડા પ્રધાન મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા લેવામાં આવેલો નિર્ણય હિન્દૂ અને મુસ્લિમો વચ્ચે અંતર વધારશે અને ભારતને હવે સર્વ ધર્મ સમભાવના બદલે હિન્દુ રાષ્ટ્ર બનાવવા તરફ લઈ જવામાં આવી રહયો છે. ખાસ કરીને આ બિલમાં મુસ્લિમોની ઉપેક્ષા કરવામાં આવી છે જે ગેરવ્યાજબી છે. તો ગુરુવારે અમદાવાદમાં થયેલી.હિંસા અને વિરોધ પ્રદર્શનને લઈને કૉંગ્રેસ પણ એકશન મોડમાં આવી છે અને ભાજપ માટે સૉફ્ટ કોર્નર ધરાવતા મુસ્લિમો સુધી પહોંચીને સરકારે લીધેલા આ નિર્ણયની નકારાત્મક અસર અંગે સમજાવી રહ્યાં છે.
ગુરુવારે જે વિરોધ પ્રદર્શન થયા તેમાં કેટલાંક ભાજપના કાર્યકરો પણ જોડાયા હતા. જે ભાજપ માટે ચિંતાજનક બાબત છે. જો કે મોદી સરકાર દાવો કરી રહીછે કે આ બિલથી ભારતમાં મુસ્લિમ નાગરિકોને નહિ પણ ગેરકાયદેસર રીતે રહેતા લોકોને અસર થશે. ખુદ ભાજપના લઘુમતી સેલના જ લોકોને સરકાર દ્વારા કરવામાં આવે નિર્ણયથી વિરોધ છે. જે આગામી દિવસોમાં ખૂલીને બહાર આવી શકે તેમ છે કારણ કે ગુજરાત ભાજપ પ્રદેશના નેતાઓ પણ મૂંઝવણમાં છે. ત્યારે આગામી દિવસોમાં ભાજપ આંતરિક ઘમાસાણ થવાની પૂરેપૂરી શકયતા છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x