NRC-CAA પર તોફાન બાદ બોલ્યા ગૃહમંત્રી જાડેજા- તોફાની તત્વો સામે કડક કાર્યવાહી કરાશે
ગાંધીનગર
ગઈ કાલે થયેલા હુમલા બાદ પ્રદિપસિંહ જાડેજાએ તોફાની તત્વો પર કડક કાર્યવાહી કરવાની વાત કરી હતી. આગળ વાત કરતા જણાવ્યું હતું કે, જે કોઈ પણ માણસ CCTVમાં તોફાન કરતા નજરે ચઢે છે તે તમામ લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. અને તેઓએ જણાવ્યુ છે કે, તમામ કોમના લોકોએ હાલ શાંતિ જાણવી જોઈએ પોલીસને એનું કામ કરવા દો. પથ્થરમારો કરનાર લોકોને CCTV ફૂટેજના આધારે જલ્દથી જલ્દ શોધ કાઢવામાં આવશે.
અમને મળેલી માહિતી અનુસાર, અમદાવાદના શાહઆલમ વિસ્તારમાં પથ્થરમારાનો લઈને ઇસનપુર પોલીસે 40 લોકોની અટકાયત કરી છે. CCTVના આધારે પોલીસે અટકાયત કરવામા આવી છે. પોલીસે ટોળા સામે રાયોટિંગનો ગુન્હો નોંધ્યો છે. અંદાજે 5 હજાર લોકો સામે ફરીયાદ દાખલ કરી છે. જો કે, આજે માહૌલ શાંતિપૂર્ણ છે. આ બનાવમાં શહેર ક્રાઈમ બ્રાંચને મળેલ ઓર્ડર પ્રમાણે 5000 જેટલા લોકોની આ ઘટનામાં ધરપકડ કરવામાં આવશે અને તમામ લોકો સામે કાયદેસર કાર્યવાહી પણ કરવામાં આવશે.
ત્યારે પ્રદીપસિંહ જાડેજાએ એક મીટિગમાં જણાવ્યું છે કે, કાયદો હાથમાં લઈ આરાજકર્તા ફેલાવનારા શખ્સોને માફ કરવામાં નહીં આવે. બીજી બાજુ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ મોડી રાત્રે ગુજરાતના તમામ લોકોને શાંતિ જાળવવા માટેની અપીલ કરી છે. આ કાયદો કોઈ પણ કોમના લોકો માટે નુકસાનકારક નથી કે કોઈપણ નાગરિકની સિટિઝનશીપ જોખમમાં મુકાય એ પ્રકારનો નથી માટે ગુજરાતના નાગરિકોએ સિટીઝનશિપ ના કાયદા અંગે કોઇ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી.