ભાજપ વિરુદ્ધ ભારતની લડાઈ: શું હવે ભાજપ સરકારને સાથ આપશે એ હિન્દુસ્તાની અને વિરોધ કરશે એ પાકિસ્તાની..?
ગાંધીનગર
ભારતીય સંવિધાનની ધર્મનિરપેક્ષ છબીને દાગ લગાડ્નારો CAA/NRC કાનુન ખાલી કોમવાદને ઉપસાવવાની કોશિશ માત્ર નથી, પરંતુ લોકતાંત્રિક દેશમાં ભાજપ વિરોધી સૌ કોઈ ભારતીયોનાં નાગરિક અધિકાર સહીત ભવિષ્યમાં મતાધિકાર છીનવી લેવાનું ષડયંત્ર પણ છે. CAA/NRC કાનૂનથી ખાલી મુસલમાન જ નહિ પરંતુ પોતાના જ દેશમાં જન્મેલા અભણ અને અજ્ઞાન એવા કેટલાય આધાર વિહોણા આદિવાસી, દલિત અને પછાત સહિતનાં હિન્દુઓ પણ જરૂરથી ભારતીય નાગરિકતા ગુમાવશે તેઓ સમગ્ર ભારતને ભય છે ત્યારે અધિકાર યાત્રા ને આગળ ધપાવવા સંવિધાન ની સુરક્ષા એ આપણી સામુહિક જવાબદારી છે.
લોકતંત્રમાં મુલ્યવાન મત નાં અધિકારથી સમગ્ર ભારતના મહારાજ બનેલા સૌ કોઈ ભારતીયોના સંવિધાનિક અધિકારોને CAA/NRC ના કાનૂની હથિયારથી છીનવી લઇ અને ભારતના ભવિષ્યને માયકાંગલા બનાવવાનુ સરકારી ષડયંત્ર રચાઈ રહ્યું છે ત્યારે ફરીથી ભારતના ભાગલા પડાવવા ઈચ્છતા ભાંગફોડિયા લોકોના રાજકીય બદ્દ ઈરાદા સામે સૌએ સંયમ સાથે સચેત રહેવું ખૂબ જરૂરી છે.
પહેલા ગોધરાથી ગાદી મેળવી અને ત્રિપલ તલાક, એર સ્ટ્રાઈક, સર્જીકલ સ્ટ્રાઈક, 370, અને રામ મંદિરના મુદ્દે આર્થિક મંદી, મોંઘવારી અને બેરોજગારીની સમસ્યાઓને નીપટાવવામાં સંપૂર્ણ નિષ્ફળ નીવડેલી સરકાર, હવે જબરદસ્તી CAA/NRC કાનુનની આડશમાં સમગ્ર ભારતની અંદર અસુરક્ષાની આગ લગાડવાની કોશિશ શું કામે કરી રહી છે?
ભાડેથી લીધેલા ‘ભાંગફોડિયાઓ’ મારફતે થઈ રહેલા “હિંસક હુમલા” તો ભાજપાને ભાવતો રાજકીય ખોરાક છે, માટે આપણે સહુએ સંયમ અને સદભાવનાને જ દરેક સમસ્યાનો સરળ ઉકેલ સમજી અને સંવિધાનિક અધિકારો નાં રક્ષણ કાજે અહિંસક આંદોલનને આગળ ધપાવવું જોઈએ તેવી જાહેર અપીલ કરૂ છું.