CAA ને લઈને ગુજરાત માં હિંસક ઝડપ બાદ ગૃહમંત્રાલયે પોલીસ ને આપી વિશેષ સત્તા
ગાંધીનગર
સીએએના વિરોધમાં કેટલાક મુસ્લિમ સંગઠનો દ્વારા બંધનું એલાન આપ્યા બાદ, રાજ્યના કેટલાક શહેરોમાં હિંસક આંદોલન શરૂ થતા ગુજરાત સરકારે કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા મોટો નિર્ણય લીધો છે. ગુજરાત સરકારે ત્રણ દિવસ માટે ગુજરાતમાં ઈન્ટરનેટ સેવા બંધ કરવાનો પોલીસને અધિકાર આપ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ગુજરાત સરકારે રાજ્યમાં કોઈ પણ પ્રકારની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડે નહી તે માટે જરૂર પડે તો મોબાઈલ ઈન્ટરનેટ સેવા બંધ કરવી દેવાની પમ સત્તા આપી છે. કહેવાય છે કે, ગૃહ વિભાગને આઈબી તરફથી ઈનપૂટ મળ્યા છે કે, કેટલાક તોફાની તત્વો દ્વારા મોબાઈલ અને ઈન્ટરનેટના માધ્યમથી અફવાઓ ફેલાવી રાજ્યની શાંતી ડહોળવાના પ્રયાસમાં લાગ્યા છે.
આઈબીના ઈનપુટ બાદ રાજ્યના ગૃહ વિભાગે સરકારને આ મુદ્દે અવગત કર્યા બાદ સરકારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડે નહી તે માટે પોલીસને સત્તા આપી છે કે, જરૂર પડે મોબાઈલ ઈન્ટરનેટ સેવા બંધ કરાવી શકે છે. સૂત્રો અનુસાર, જો સ્થિતિ વધારે બગડે તો, ગુજરાતમાં ત્રણ દિવસ મોબાઈલ ઈન્ટરનેટ સેવા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવી શકે છે.
નાગરીકતા સંશોધન કાયદાનો દેશના કેટલાક વિસ્તારમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે, જેને પગલે રાજ્યમાં પણ મુસ્લિમ સંગઠનો દ્વારા ગુજરાત બંધનું એલાન આપવામાં આવ્યું હતું. આ અંતર્ગત ગુરૂવારે અમદાવાદમાં વિરોધ પ્રદર્શન હિંસક બન્યું હતું અને ટોળાએ પોલીસ પર પર પથ્થરમારો કર્યો હતો, જેમાં 20થી વધુ પોલીસકર્મી ઘાયલ થયા હતા, આ ઘટનાના પડઘા હજુ શાંત થયા નથી ત્યારે વડોદરામાં પણ ટોળુ હિંસક બન્યું અને પોલીસ પર પથ્થરમારાની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે સરકારે આઈબીના ઈનપુટ બાદ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસને શાંતી જળવાઈ રહે તે માટે મોબાઈલ ઈન્ટરનેટ સેવા જરૂર પડે તો બંધ કરાવવાની સત્તા આપી છે.