રાષ્ટ્રીય

ઝારખંડ 5મું રાજ્ય, જ્યાં ભાજપના હાથમાંથી સત્તા સરકી, જાણો કારણ…

રાંચી
ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે મતગણતરીની શરૂઆત જોઈને સ્પષ્ટ થઈ ચૂકી છે કે, રાજ્યમાં સત્તાધારી ભાજપના હાથમાંથી સત્તા સરકતી જોઈ શકાય છે. આમ એક વર્ષની અંદર 4 મુખ્ય રાજ્યોમાંથી ભાજપને સત્તા ગુમાવી ચૂકી છે. હાલ મીડિયા રિપોર્ટ પ્રમાણે, ભાજપને 30 બેઠકો, જ્યારે ઝારખંડ મુક્તિ મોરચા, કોંગ્રેસ અને RJDના ગઠબંધનને 41 બેઠકો મળવાની સંભાવના છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં બહુમત માટે 42 બેઠકો હોવી જોઈએ.
જો આ મીડિયા રિપોર્ટ સાચા પડશે, તો ઝારખંડ પણ મહારાષ્ટ્ર, છતીસગઢ, રાજસ્થાન, મધ્ય પ્રદેશની યાદીમાં સામેલ થઈ જશે. જ્યાં ભાજપને છેલ્લા 12 મહિનામાં સત્તા ગુમાવી છે. તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં ભાજપ મહારાષ્ટ્રમાં સત્તા ગુમાવી ચૂકી છે. જો કે હરિયાણામાં દુષ્યંત ચૌટાલા અને અપક્ષોના સમર્થનથી માંડમાંડ સરકાર બનાવવામાં સફળ રહી.
હાલના મીડિયા રિપોર્ટ પ્રમાણે, દુમકા બેઠકથી હેમંત સોરેન આગળ ચાલી રહ્યા છે. આથી તેમનું મુખ્યમંત્રી બનવું નક્કી છે. જ્યારે જમશેદપુર બેઠક પરથી મુખ્યમંત્રી રઘુબરદાસ પાછળ ચાલી રહ્યાં છે. 5 તબક્કામાં 30 નવેમ્બરથી 20 ડિસેમ્બર વચ્ચે થયેલા મતદાન બાદ તમામ બેઠકો માટે EVMમાં બંધ મતોની ગણતરી આજે હાથ ધરવામાં આવી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x