ગાંધીનગરગુજરાત

લોકોની સુવિધા માટે ગુજરાત પોલીસે રાજ્યમાં ચેકપોસ્ટ કરી બંધ

ગાંધીનગર
રાજ્યના પોલીસવડા શિવાનંદ ઝાએ 23મી ડિસેમ્બરે પરિપત્ર બહાર પાડીને આજે 24મી ડિસેમ્બરથી આંતર રાજ્ય અને જિલ્લાકક્ષાની પોલીસ ચેકપોસ્ટ બંધ કરાવી છે. ગુજરાત પોલીસ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે રાજ્યના નાગરિકોને અવરજવરમાં પોલીસ દ્વારા વાહનચેકિંગ દરમિયાન પેપર્સ ચેક કરવાના કારણે સમયનો વ્યય ન થાય અને અસુવિધા ન થાય તેમ માટે નિર્ણય કરાયો છે. જો કે રાજ્યમાં આજે 24મીથી લઈને 2 જાન્યુઆરી સુધી પ્રોહિબિશન અને જુગાર સામે સ્પેશિયલ ડ્રાઈવ કરશે.
રાજસ્થાનને અડીને આવેલા અરવલ્લીની રતનપુર શામળાજી અને બનાસકાંઠા અંબાજી અને અમીરગઢની પોલીસ ચેકપોસ્ટ નધણિયાતી થઈ છે. ત્યાં કોઈ પોલીસકર્મી હાજર ન હતા. ત્યાં કોઈપણ પ્રકારની ચેકિંગ વગર દરેક પ્રકારના વાહનો પસાર થઈ રહ્યા છે. તેમાં થર્ટીફર્સ્ટને પગલે પાડોશી રાજ્યમાંથી બેરોકટોક દારૂની હેરાફેરી થવાની શક્યતા વધી ગઈ હતી. ગુજરાત રાજયની આંતરરાજ્ય તથા આંતર જિલ્લાના મુખ્ય માર્ગો પર સ્થિત કાયમી પોલીસ ચેક પોસ્ટ બંધ કરવા અર્થે જે આદેશ અત્રેની કચેરી દ્વારા આપવામાં આવેલો છે. તે આદેશ રાજ્યના નાગરિકોને અવરજવરમાં પોલીસ દ્વારા આ ચેક પોસ્ટો પર વાહન ચેકિંગ દરમિયાન પેપર્સ ચેક કરવાના કારણે સમયનો વ્યય તથા અસુવિધા ઉત્પન્ન ન થાય તથા ભારે વાહન વ્યવહાર ધરાવતા મુખ્ય ધોરીમાર્ગો પર સઘન વાહન ચેકિંગના કારણે વાહન વ્યવહારને અવરોધ ઉત્પન્ન ન થાય તે હેતુસર કાયમી ધોરણે ઊભી કરાયેલી ચેક પોસ્ટને જ બંધ કરવા અર્થે કરાયેલો છે.
રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને અનુલક્ષીને ચોકકસ માહિતી તથા કેન્દ્ર કે રાજ્યના ગુપ્તચર તંત્ર તરફથી મળતા ચોક્કસ ઇનપુટના આધારે શહેર તથા જિલ્લા પોલીસ દ્વારા આવશ્યકતા અનુસાર જરૂરીયાત મુજબના સ્થળોએ અસરકારક વાહન ચેકિંગ અથવા હંગામી ચેકપોસ્ટ ઊભી કરી વાહન ચેકિંગ કરવા પર કોઇ રોક નથી. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિની જાળવણી અર્થે પોલીસની કામગીરીમાં કોઇપણ પ્રકારની બાંધછોડ કરાશે નહીં. પ્રોહિબિશન સહિતની ગેરકાનૂની પ્રવૃત્તિને અંકુશમાં લેવા અર્થે કામ કરતી રાજ્ય તથા સ્થાનિક કક્ષાની એજન્સીઓને આગામી નવા વર્ષની ઉજવણીના સમયમાં પુરજોશથી અસરકારક કામગીરી કરવા માટે 24/12/2019 થી02/01/2020 સુધી પ્રોહિબિશન તથા જુગારની ગેરકાનૂની પ્રવૃત્તિ રોકવા માટે સ્પેશિયલ ડ્રાઇવ કરશે. આ ડ્રાઈવમાં રાજ્ય સ્તરની તથા શહેર કે જિલ્લા કક્ષાની તમામ ટીમો દ્વારા દૈનિક ધોરણે અસરકારક કામગીરી હાથ ધરાશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x