ગાંધીનગરગુજરાત

પોલીસને માત્ર FIR લખતા શીખવવા માટે સરકાર ખર્ચશે ૯૪.૩૪ કરોડ

ગાંધીનગર
રાજ્યના મોટાભાગના પોલીસ સ્ટેશનમાં સાવ અણઘડ રીતે અને તદ્દન રેઢિયાળપણે એફઆઈઆર નોંધવાનું પ્રમાણ એ હદે વધતું ગયું કે તેના કારણે ગંભીર ગુનાઓ સહિતના કેસમાં એફઆઈઆર જ એટલી નબળી લખાતી જેથી કોર્ટમાં આરોપીને સજા થઈ શકતી ન હોવાની ચોંકાવનારી કબૂલાત ખુદ રાજ્યા ગૃહ વિભાગે કરી છે. આ આખી સ્થિતિની ગંભીરતે પારખી હવે દરેક પોલીસ સ્ટેશનમાં કમસે કમ ચાર પોલીસ અધિકારીઓને સરખી રીતે એફઆઈઆર કેવી રીતે લખવા ગૃહ વિભાગે એક ખાસ પ્રોજેક્ટ હાથ ધરવો પડયો છે અને પોલીસને માત્ર એફઆઈઆર લખતા શીખવવા માટે સરકારે ચાર વર્ષના પ્રોજેક્ટ પાછળ રૂ. ૪.૮૦ કરોડ અને સમગ્રતયા રાજ્યમાં સજાનું પ્રમાણ ૩૦ ટકા વધારવા રૂ. ૯૭.૩૪ કરોડનો ખર્ચ કરવાનો નિર્ણય કર્યો છે. રાજયના ગૃહવિભાગ દ્વારા સજાના દર સુધારવા માટે તૈયાર કરેલ પ્રોજેકટમાં જણાવ્યુ છે કે, છેલ્લા ઘણા સમયથી પોલીસમાં ભરતી કરવામાં આવી હોવા છતા સજાનો દર વધતો નથી અને એક સરખો રહેવા પામ્યો છે. રાજય પોલીસ વિભાગમાં ટેકનોલોજીમાં ખૂબ મોટુ ઈન્વેસ્ટેમેન્ટ કરવા છતાં ગુનાખોરીની પ્રધ્ધતિને લગતી બાબતોમાં નક્કર તાલીમનો અભાવ જોવા મળ્યો છે.
ગૃહવિભાગ દ્વારા ફાળવવામાં આવતુ બજેટ નાની નાની બાબતોમાં વપરાતુ હતુ, જેની લીધે ગુના નિવારવાનો મુખ્ય ધ્યેય હટી જતો હતો. ગૃહવિભાગે એ વાતનો પણ સ્વીકાર કર્યો છે કે, છેલ્લા ૧૦ વર્ષમાં નવા અધિકારીઓની ભરતી થઈ છે. આ તમામને ગુનાની તપાસની પુરતી ટ્રેનીંગ મળી નથી. મોટાભાગે FIR લખવાની તાલીમ મેળવી જ નથી. FIR યોગ્ય સમયે થતી નથી અને કોર્ટમાં સમયસર જતી નહોતી. જેથી દરેક પોલીસ મથકના ચાર પોલીસ અધિકારીઓને FIR કેવી રીતે લખવી તેની તાલીમ આપવામાં આવશે. ખાસ પ્રકારના ગુના માટે સ્ટાર્ન્ડડ ઓપરેટીંગ પ્રોસીજર (એસઓપી) તૈયાર કરીને અધિકારીઓને માર્ગદર્શન આપવામાં આવશે. ઉપરાંત ફરિયાદ મજૂબત કરવા માટે આર્ટીફીશયલ ઈન્ટેલીજન્સનો પણ ઉપયોગ લેવામાં આવશે.
પોલીસને FIR લખવા ૨૪ કલાકનું કોલ સેન્ટર
૨૪ કલાક માટે કોલ સેન્ટર ઉભું કરાશે. જેમાં FIR સર્દભે પોલીસ અધિકારીને કોઈ સ્પષ્ટતા કે માર્ગદર્શનની જરૂર હોય તો તુરત મદદ કરશે. ચોવીસ કલાક કોલ સેન્ટરમાં સક્ષમ રીટાયર્ડ પોલીસ અધિકારીઓની નિમણૂંક કરાશે. જેમના ફિલ્ડ અનુુભવનો લાભ મળશે. આ કોલ સેન્ટરની મદદ માટે ક્રીમીનલ એડવોકેટ, આઈટી અને અન્ય ખાસ નિષ્ણાતોની મદદ પણ લેવામાં આવશે. જેમાં સાયબર ક્રાઈમ, નારકોટિકસ ,લાંચ રૂશ્વત વિરોધી દળ અને આર્થિક ગુના માટે ઉપયોગ થશે.
આગામી દિવસોમાં FIR ઓનલાઈન લખાશે
રાજયના ગૃહવિભાગ દ્વારા ઓનલાઈન FIR લખવાનો કાર્યક્રમ તૈયાર થઈ રહ્યો છે. જે આગામી દિવસોમાં અમલમાં આવશે. જેની જરૂરી સુચના સમગ્ર રાજયમાં ટૂક સમયમાં જાહેર કરવામાં આવશે.ગુજકોપ મુકવામાં આવતી FIRનો ડેટાબેઝની મદદથી કયા ભુલો થતી હતી તેમાં સુધારો કરવામાં આવી રહ્યો છે. ઉપરાંત ગુનાના પ્રકાર મુજબના પ્રશ્નાવાલી તૈયાર કરવામાં આવી રહી છે.જેના આધારે FIR લખવામાં આવશે. આગામી સમયમાં FIR ઓનલાઈન લખવાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવશે. નોંધનીય છે કે, પોલીસ વિભાગ સામે વિલંબથી FIR નોંધવાની ફરિયાદ ગૃહવિભાગ સમક્ષ થતી હતી.
FIR કોર્સ મટિરિયલ । FIR માટે નિષ્ણાતોના પ્રવચન, પાછલી FIRનો અભ્યાસ, કોર્ટ કેસ અને ચૂકાદાનો અભ્યાસ કરાવવામાં આવશે. જે પોલીસ મથકમાં FIR વધુ નોંધાતી હશે તેની ફિલ્ડ વિઝીટ ટ્રેનીંગ દરમ્યાન કરવામાં આવશે. FIR લખવા માટે નાની ગુજરાતીમાં પુસ્તિકા આપવામાં આવશે.
સજાનો દર વધારવા ચાર સ્તરીય પ્રોજેક્ટ
FIRની ગુણવત્તા સુધાર કાર્યક્રમ અને રજિસ્ટર કેસની તપાસ
FSL મજબૂત અને ઈન્સ્ટ્રોગેશન રૂમની સ્થાપના
ચાર્જશીટ સમયસર રજૂ કરવુ
અદાલતી કાર્યવાહી ઝડપી બનાવવી
FIRની ટ્રેનિંગ કેવી રીતે આપવામાં આવશે
FIRની ટ્રેનિંગ નીડ એસએસમેન્ટ એજન્સી પોગ્રામ દ્વારા વિવિધ નિષ્ણાતો,પોલીસ મથકની મુલાકાત, FIRની સમીક્ષા અને અદાલતોના ચુકાદાનો અભ્યાસ કરીને આપવામાં આવશે. FIRની ટ્રેનિંગની મુદત જે તે વિષયને આધારે કરવામાં આવશે. FIR ટ્રેનીંગ મોડયુલ નિષ્ણાતો અને ટ્રેનીંગ નીડ એસએસમેન્ટ એજન્સી તૈયાર કરશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *