રક્ષક જ ભક્ષક: જુનાગઢના PI 18 લાખની લાંચ લેતા ઝડપાયા
જુનાગઢ
જુનાગઢ એન્ટી કરપ્શન બ્યુરોના જ PI ડી.ડી ચાવડા જ 18 લાખની લાંચ લેવાના કેસમાં ACBએ પકડતા ચકચાર મચી ગઇ છે. આ લાંચીયા પી.આઇ એ ગૌશાળાનાં કેસમાં આરોપીને સાક્ષી બનાવવાનુ કહીને 18 લાખ સ્વીકારતા પકડાયા હતા. ગૃહ વિભાગને ફરિયાદ થતાં એસીબીના પીઆઇ સામે કાર્યવાહી કરવાની ફરજ પડી હતી. આ કેસ પરથી સ્પષ્ટ થાય છે કે, એસીબીનો અમુક સ્ટાફ પણ બેફામ લાંચ લે છે અને અલગ અલગ સરકારી ઓફિસોમાં ચોક્કસ જગ્યાએ ગોઠવણ થયેલી હોવાનું પોલીસ બેડામાં જ ચર્ચાનો વિષય બન્યો છે. એન્ટી કરપ્શન બ્યુરોએ વર્ષ 2018માં એક ગૌશાળાના કેસમાં લાંચ લેવાનો કેસ નોધાયો હતો. આ કેસમાં આરોપીને સાક્ષી તરીકે લેવા માટે પીઆઇ ડી જી ચાવડાએ તૈયારી કરી હતી. પીઆઇ ચાવડાએ આરોપીને સાક્ષી બનાવવા માટે 18 લાખ આપવાના નક્કી કર્યા હતા.
આખરે પીઆઇ ડી જી ચાવડા 18 લાખ લેવા માટે તૈયાર થયા હતા અને આ અંગે ગૃહ વિભાગમાં જાણ કર્યા બાદ એસીબીએ તેના જ પીઆઇ સામે કાર્યવાહી હાથ ધરી હતી. જો ગૃહ વિભાગને જાણ ન કરાઇ હોત તો આ મામલો દબાવી દેવા માટે અથાગ પ્રયાસો કર્યા હતા. આખરે પીઆઇ ચાવડાની 18 લાખ લેતા એસીબીએ જ ધરપકડ કરી હતી. બીજી ટીમો પીઆઇના ઘર સહિતના ઠેકાંણે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતુ. આ અંગે ગુનો નોધી વધુ તપાસ કરવા પોલીસે તપાસ હાથ ધરી છે. એસીબીની ટીમે કોર્પોરેશનની ઉસ્માનપુરા પશ્રિમ ઝોન ઓફિસમાં ટ્રેપ ગોઠવી 18 ડિસેમ્બરના રોજ સિટી ડેપ્યુટી એન્જિનિયર (ટ્રાફિક) મનોજ જયંતિલાલ સોલંકીને રૂ. એક લાખની લાંચ સ્વીકારતા રંગેહાથ ઝડપી લીધો હતો. ફરિયાદીએ રાજ્ય સરકારની ઈકોનોમિકલી વીકર સેકશન (ઈઉજી) હેઠળ આવાસ મેળવવા માટે અરજી કરી હતી. જે ઓળખાણથી અપાવી દેવાની લાલચ આપીને આરોપીઓ પૈસાની માગણી કરી હતી. જે અંગે ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરતા આરોપી લાંચ લેતાં રંગે હાથ ઝડપાયો હતો.