ગુજરાતરાષ્ટ્રીય

અટલ ભૂજળ યોજનાની વડા પ્રધાન મોદીએ કરી શુરુઆત

2024 સુધી દેશના દેરક ઘર સુધી પાણી પહોંચાડવાના સંકલ્પને સિદ્ધ કરવામાં એક મોટું પગલું છે

નવી દિલ્હી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ બુધવારે અટલ ભૂજળ યોજના ની શરૂઆત કરી છે. 6 હજાર કરોડ રૂપિયાની આ યોજના 8,350 ગામોમાં શરૂ કરવામાં આવી છે. આ યોજના માટે ભૂજળ સુધારણાના પ્રયાસ કરવામાં આવશે. દિલ્હી સ્થિત વિજ્ઞાન ભવનમાં વડાપ્રધાને આ યોજનાની શરૂઆત કરી. આ દરમિયાન વડાપ્રધાને કહ્યું કે, પાણીનું સંકટ વિકાસને પ્રભાવિત કરે છે. તે ઘર, ખેતી અને ઉદ્યોગને પણ પ્રભાવિત કરે છે. તેઓએ કહ્યું કે, પાણીનો વિષય અટલજી માટે ખૂબ મહત્વપૂર્ણ હતો, તેમના હૃદયની ખૂબ નિકટ હતો. અટલ જલ યોજના હોય કે પછી જળજીવન મિશનથી જોડાયેલી ગાઇડલાઇન્સ, તે 2024 સુધી દેશના દેરક ઘર સુધી પાણી પહોંચાડવાના સંકલ્પને સિદ્ધ કરવામાં એક મોટું પગલું છે.
પીએમ મોદીએ કહ્યું કે, પાણીનું આ સંકટ એક પરિવારના રૂપમાં, એક નાગરિકના રૂપમાં આપણા માટે ચિંતાજનક તો છે જ તેની સાથે જ એક દેશના રૂપમાં પણ તે વિકાસને પ્રભાવિત કરે છે. ન્યૂ ઈન્ડિયાને આપણે જળ સંકટની દરેક સ્થિતિનો સામનો કરવા માટે તૈયાર કરવાનું છે. તેના માટે અમે પાંચ સ્તરે એક સાથે કામ કરી રહ્યા છીએ. તેઓએ કહ્યું કે જળશક્તિ મંત્રાલયે આ સંકલિત દૃષ્ટિકોણથી પાણીને બહાર કાઢ્યું અને વ્યાપક દૃષ્ટિકોણને બળ આપ્યું. આ ચોમાસામાં આપણે જોયું કે સમાજ તરફથી જળશક્તિ મંત્રાલય તરફથી જળ સંરક્ષણ માટે કેવા વ્યાપક પ્રયાસ થાય છે. અટલ જલ યોજનાનું હશે ગ્રાઉન્ડ વૉટર પર ધ્યાનપીએમે કહ્યું કે, એક તરફ જલ જીવન મિશન છે, જે દરેક ઘર સુધી પાઇપથી પાણી પહોંચાડવાનું કામ કરશે અને બીજી તરફ અટલ જલ યોજના છે જે તે ક્ષેત્રો પર વિશેષ ધ્યાન આપશે જ્યાં ભૂજળ ખૂબ નીચે છે.
આ પહેલા પીએમે કહ્યું કે, અનેક કૉમન સર્વિસ સેન્ટરથી હજારો લોકો વિશેષ રીતે ગામના પંચ સરપંચ પણ અમારી સાથે જોડાયેલા છે. આ ઉપરાંત, હિમાચલ પ્રદેશના મનાલીથી ત્યાંના મુખ્યમંત્રી જયરામ ઠાકુર, વન મંત્રી ગોવિંદસિંહ ત્યાંના સાંસદ રામ સ્વરૂપ શર્મા પણ ટેકનીકના માધ્યમથી અમારી સાથે સામલે છે. વડા પ્રધાન કહ્યું કે, આજે દેશ માટે ખૂબ જ મહત્વપૂર્ણ એક મોટી પરિયોજનાનું નામ અટલજીને સમર્પિત કરવામાં આવે છે. હિમાચલ પ્રદેશને લદાખ અને જમ્મુ-કાશ્મીરથી જોડનારી, મનાલીને લેહથી જોડનારી, રોહતાંગ ટનલ, હવે અટલ ટનલના નામથી ઓળખાશે. આ દરમિયાન વડાપ્રધાને તમામને ક્રિસમસની શુભેચ્છાઓ પાઠવી. તેઓએ કહ્યું કે, હું સૌથી પહેલા દેશ અને દુનિયાના લોકોને ક્રિસમસની અનેક શુભેચ્છાઓ અને શુભકામનાઓ પાઠવું છું.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x