ગાંધીનગરગુજરાત

પદયાત્રા માર્ગને સ્વચ્છ કરવાનું બિડું ક્ષત્રિય ઠાકોર સેનાએ ઝડપ્યું

1473690421_g-3a
ગાંધીનગર,સોમવાર
ભાદરવીસુદ પુનમના દિવસે અંબાજી ખાતે મોટો મેળો ભરાશે ત્યારે માતાજીના દર્શનાર્થે સમગ્ર ગુજરાતમાંથી લાખો માઇભક્તો પદયાત્રા કરીને માતાજીના ધામમાં જઇ રહ્યાં છે ત્યારે ગાંધીનગરથી અંબાજી તરફના માર્ગ ઉપર પણ અત્યાર સુધી અસંખ્ય ભાવિક ભક્તો પસાર થયાં છે ત્યારે આ માર્ગો ઉપર કચરો પણ એકત્ર થઇ રહ્યો છે જેથી આ માર્ગોને સ્વચ્છ કરવાનું બિડું ક્ષત્રિય ઠાકોર સેનાએ ઝડપ્યું છે અને કામગીરીનો પ્રારંભ કર્યો છે.

સમગ્ર ગુજરાતમાંથી લાખો માઇ ભક્તો હાલમાં અંબાજી તરફ માતાજીના દર્શનાર્થે પ્રયાણ કરી રહ્યાં છે. ભાદરવી પુનમના દિવસે અંબાજી ખાતે મોટો મેળો ભરાશે. ત્યારે લાખો માઇભક્તો માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવશે. ગાંધીનગરથી અંબાજી તરફના માર્ગ ઉપર હાલમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો પદયાત્રા કરીને અંબાજી તરફ જઇ રહ્યાં છે. ત્યારે તેમની સેવા માટે ઠેર ઠેર સેવા કેન્દ્રો પણ ઉભા કરવામાં આવ્યા છે. તો બીજી તરફ આ માર્ગો ઉપર સ્વૈચ્છિક સંસ્થાઓ અને દાતાઓ દ્વારા ઠેક ઠેકાણે પદયાત્રીઓને વિવિધ ચીજવસ્તુઓનું વિતરણ કરવામાં આવે છે. માતાજીના ભક્તો તો આ માર્ગ ઉપરથી પ્રસ્થાન કરીને આગળ જાય છે પરંતુ કચરાના ઢગલા પણ ઠેર ઠેર ઉભા થાય છે ત્યારે અંબાજી સુધીનો માર્ગ સ્વચ્છ બને તેનું બિડું ક્ષત્રિય ઠાકોર સેનાના યુવાનોએ ઝડપ્યું છે. ટીંટોડા ગામના ૧૦૦થી વધુ તેમજ ગાંધીનગર તાલુકાના અન્ય યુવાનો મળીને કુલ ૨૦૦ જેટલા સેનાના સભ્યોએ આજથી અંબાજી સુધીના માર્ગને સ્વચ્છ કરવાની કામગીરીનો પ્રારંભ કર્યો છે. સમગ્ર માર્ગમાં પડેલી પોલીથીનની બેગ તેમજ અન્ય પ્લાસ્ટીક સહિત કચરો એકઠો કરીને માર્ગમાં આવતાં ગામના કચરા વીણવાવાળાને સુપ્રત કરવામાં આવશે. ગાંધીનગરથી અંબાજી તરફના માર્ગ ઉપર એકઠા થયેલાં અન્ય કચરાને તેમજ ગંદકીનો પણ યોગ્ય જગ્યાએ નિકાલ કરવાની સાથે અઢીસો જેટલાં યુવાનોએ આ બિડું ઝડપ્યું છે. તો બીજી તરફ અંબાજી સુધીનો માર્ગ સ્વચ્છ કર્યા બાદ પુનમ પછી સમગ્ર અંબાજી ગામને સ્વચ્છ કરીને આ યુવાનો પરત ફરશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x