પેપરકાંડ મુદ્દે આરોપીઓની ધરપકડ બાદ ભાજપ-કોંગ્રેસના સામ-સામે આક્ષેપ-પ્રતિઆક્ષેપ
અમદાવાદ
બિન સચિવાલયની પરીક્ષામાં ગેરરીતિ મામલે કોંગ્રેસના કાર્યકર સામેલ હોવાનો ખુલાસો થતા કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોષીએ પત્રકાર પરિષદ યોજી ભાજપ પર પલટવાર કર્યો હતો. કોંગ્રેસે કહ્યું કે એક ફોટાને આધાર બનાવી કોંગ્રેસ પર આક્ષેપ મુકવામાં આવી રહ્યાં છે. કોંગ્રેસે ભાજપના સાંસદ કિરીટ સોલંકી સાથે આરોપીની તસવીરો શેર કરી હતી. કોંગ્રેસે આક્ષેપ મુક્યો કે આરોપી ભાજપ સાથે પણ સંકળાયેલો છે. કોંગ્રેસે આરોપીના ભાજપના સાંસદ કિરીટ સોલંકી સાથેની તસવીરો શેર કરી હતી. 13 જુલાઇ 2019માં ફારૂક કુરૈશી ભાજપમાં સામેલ થયાનો કોંગ્રેસે આક્ષેપ મુક્યો હતો. ગભરાયેલી સરકાર કોંગ્રેસને બદનામ કરવાનું કામ કરે છે. સાંસદ કિરીટ સોલંકી આરોપીઓને છાવરી રહ્યા છે.આરોપી અને એમએસ સ્કૂલના સંચાલક મહમદ ફારુક વહાબ કુરેશીને આ જ સ્કૂલમાં પરિક્ષા કેન્દ્ર ફાળવાતા હોદ્દાનો દુરૂપયોગ કરી પેપર લીક કરવામાં મદદ કરી હતી.
કોંગ્રેસે આરોપ મુક્યો કે, સરકારની જે જવાબદારી છે તે જવાબદારી નીભાવવામાં સતત નિષ્ફળ ગઇ છે. પોતાની નિષ્ફળતા ઢાંકવા માટે રાજકીય રંગ આપી સરકાર પોતાની નિષ્ફળતા છુપાવવા કોશીશ કરે છે. પોલીસ તપાસ કરે તે તપાસની માંગણી અમે જ કરી હતી. ગુજરાત રાજ્યમાં સામાન્ય રીતે વિદ્યાર્થીઓને સરકારી નોકરી માટે સ્પર્ધાત્મક પરીક્ષા આપવી પડે છે. સૌ કોઇ જાણે છે કે છેલ્લા 2 વર્ષનીઅંદર ગુજરાત સરકારે સ્પર્ધાત્મક પરીક્ષામાં 90 ટકા કરતા વધુ પરીક્ષાના પેપર ફૂટ્યા છે.
બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા જ્યારથી લેવાઈ ત્યારથી વિવાદમાં સપડાઈ હતી. બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ સામે આવતા વિદ્યાર્થીઓએ પરીક્ષા રદ્દ કરવાની માંગ કરીને આંદોલન કર્યું હતું. જેને પગલે સરકારે પણ નિષ્પક્ષ તપાસ માટે SITની રચના કરીને તપાસ હાથ ધરી હતી. જેમાં સમગ્ર પરીક્ષામાં ગેરરીતિ સામે આવ્યા બાદ સરકારે પરીક્ષા રદ્દ કરી હતી.