આંતરરાષ્ટ્રીયગાંધીનગરગુજરાતરાષ્ટ્રીય

રિંગ ઓફ ફાયર: દેશ-વિદેશમાં જોવા મળ્યો સૂર્યગ્રહણનો અદ્ભૂત નજારો

નવી દિલ્હી
આ વર્ષનું અંતિમ સૂર્યગ્રહણ આજે સવારે ૮.૦૪ મિનીટ શરૂ થયું હતું અને ૧.૩૬ કલાકે મોક્ષ પામ્યું હતું. વર્ષના આ અંતિમ સૂર્યગ્રહણને વૈજ્ઞાનિકોએ ‘રિંગ ઓફ ફાયર’ નામ આપ્યું હતું. ગ્રહણનો પ્રારંભ ગુજરાતના દ્વારકાથી શરૂ થયો હતો અને દૂબઇમાં તો સંપૂર્ણ ‘રિંગ ઓફ ફાયર’ ના દર્શન થયા હતાં ખગોળ વિજ્ઞાનમાં રસ ધરાવનારાઓએ સૂર્ય ગ્રહણના નજારાની મજા લૂંટી હતી. દેશમાં કેરળ, કર્ણાટક, તામિલનાડુમાં આ ગ્રહણ દરમ્યાન બનેલ કંકણ જોવા મળ્યું હતું જયારે સંપૂર્ણ ભારતમાં આ સૂર્યગ્રહણ ખંડગ્રાસ સ્વરૂપે જોવા મળ્યું હતું વિશ્વના અનેક દેશોમાં સૂર્યગ્રહણ જોવા મળ્યુ હતું પ૮ વર્ષ બાદ આ દુર્લભ સંયોગ આવ્યો હતો. દેશભરમાં પૂજા -અર્ચના થઇ રહી છે. આ સૂર્યગ્રહણ નેપાળ, ચીન, ઓસ્ટ્રેલીયા સહિત અનેક દેશોમાં દેખાયું છે. ભારતમાં સૌથી વધુ અસર કેરળ સહિત દક્ષિણના રાજયોમાં જોવા મળી છે. બિહાર સહિતના રાજયોમાં આંશિક સૂર્યગ્રહણ દેખાયું છે. આ પૂર્ણ સૂર્ય ગ્રહણ નથી આ વખતે ચંદ્રની છાયાએ સૂર્યનો પુરો ભાગ ઢાંકયો નથી. સૂર્યનો બહારનો હિસ્સો પ્રકાશિત રહ્યો છે.
વર્ષ ર૦૧૯ નું આખરી ખંડગ્રાહસ સુર્યગ્રહણ આજે સવારે ૮.૦૪ વાગ્યાથી શરૂ થઇ ગયું હતું. આ સુર્યગ્રહણ દુર્લભ ગણાય છે. કારણ કે આ પ્રકારનું ગ્રહણ ર૯૬ વર્ષપહેલા એટલે કે ૧૭ર૩ ની સાલમાં ૭ જાન્યુઆરીએ થયું હતું. આજનું સુર્યગ્રહણ દક્ષિણ ભારતના વિસ્તારોમાં તેમજ ગુજરાતમાં જામનગર સહિત અનેક સ્થળે આકાશમાં પુરેપુરૂ દેખાયું હતું. દેશના અન્ય ભાગોમાંએ આંશિક દેખાયુ હતું મુંબઇ અનેક વિસ્તારોમાં આકાશ વાદળીયુ રહ્યું હોવાથી સુર્યગ્રહણ સ્પષ્ટ જોઇ શકાયું નહોતું. અબુ ધાબી જેવા દેશોમાં ‘રિંગ ઓફ ફાયર’ (કંકણાકૃતિ) દ્રશ્ય જોવા મળ્યું હતું.
ર૯૬ વર્ષ બાદ ફરી વાર ગ્રહ-નક્ષત્રોની સ્થિતિ ર૬ ડિસેમ્બર, ર૦૧૯ ના દિવસે સર્જાઇ છે. સુર્ય અને પૃથ્વીની વચ્ચે ચંદ્રમાં આવી જાય છે. ત્યારે સુર્યગ્રહણ થાય છે. ચંદ્રમાનો વ્યાસ સુર્યથી નાનો હોય છે. અને સુર્યનો ઘણોખરો પ્રકાશ ઢંકાઇ જાય છે. એને કારણે સુર્ય અગ્નિની વીંટી જેવો દેખાય છે.
જો કે સુર્યગ્રહણને લઇને લોકોને મનમાં ડર વધુ છે. પરંતુ વૈજ્ઞાનિકોનુ કહેવું છે કે આ એક ખગોળીય ઘટના છે. બીજુ કઇ નહી જયારે સુર્ય અને ચંદ્રગ્રહણને લઇને કેટલીક સાવધાની પણ વર્તવી પડે છે જેમ કે આ ગ્રહણકાળ દરમિયાન ભોજન કરવું જોઇએ નહીં કે બનાવવું જોઇએ નહીં ગ્રહણ સમયે મંદિર બંધ રહે છે. જયારે ગ્રહણ પુરૂ થાય ત્યારે મંદિરમાં સફાઇ થાય છેઅને ત્યારબાદ કપાટ ખુલે છે.
કહેવાય છે કે ગ્રહણકાળ દરમિયાન પુજા પાઠ પણ કરવા જોઇએ નહીં. આ સાથે જ કોઇ શુભ કામ પણ ન કરવુ જોઇએ અનેક પંડીતોનું જો માનીએ તો આ વખતે સુર્યગ્રહણની ખાસ વાત એ છે કે આ ગ્રહણ ષડગ્રહી ૭ ગ્રહના દુર્લભ સંયોગ સાથે આવુ ગ્રહણ પપ૯ વર્ષ પછી સર્જાશે કંકણાકૃતિ સૂર્યગ્રહણનો યોગ ર૯૬ વર્ષ પછી આવ્યો છે. અગાઉ ૭, જાન્યુઆરી ૧૭૩૩ના રોજ આવુ સુર્યગ્રહણ થયું હતું, વૈજ્ઞાનીક અભિગમ, આસ્થા, શ્રદ્ધા સાથે લોકો કાલે સુર્યગ્રહણને માણવા આતુર બન્યા છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x