કોંગ્રેસ સ્થાપના દિવસની દેશભરમાં ઉજવણી – Manzil News

કોંગ્રેસ સ્થાપના દિવસની દેશભરમાં ઉજવણી

અમદાવાદ/નવી દિલ્હી
કોંગ્રેસ પોતાના સ્થાપના દિવસ પર એટલે આજે (શનિવારે) દેશભરમાં ફ્લેગ માર્ચ નિકાળશે. આ માર્ચને સંવિધાન બચાવો, ભારત બચાવોના નારા સાથે નિકાળવામાં આવશે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધી ગુવાહાટીમાં માર્ચની આગેવાની કરશે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી લખનઉમાં કોંગ્રેસના માર્ચનું નેતૃત્વ કરશે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી દિલ્હીમાં કોંગ્રેસ કાર્યાલયમાં તિરંગો લહેરાવશે. કોંગ્રેસના સ્થાપના દિવસની વર્ષગાંઠ પર દિલ્હી અને રાજ્યોમાં પાર્ટી ઓફિસોમાંધ્વજવંદનની પરંપરા રહી છે. આ વર્ષ કોંગ્રેસના 135માં સ્થાપના દિવસ પર સંબંધિત રાજ્યોની રાજધાનિઓમાં પ્રદેશ કોંગ્રેસ કમેટીઓના અધ્યક્ષની આગેવાનીમાં માર્ચ નિકાળવાનો પણ કાર્યક્રમ છે.
સંવિધાન બચાવો, ભારત બચાવો’ના નારા સાથે આ અવસર પર થનાર જનસભાઓમાં ભારતના સંવિધાનની પ્રસ્તાવના પણ સંબંધિત રાજ્યોની ભાષામાં વાંચવામાં આવશે. વિભિન્ન રાજ્યોની રાજધાનીઓમાં પાર્ટીના દિગ્ગજ નેતાઓ હાજર રહેશે. પાર્ટી મહાસચિવ કેસી વેણુગોલાના એક નિવેદનમાં કહ્યું, “પાછલા કેટલાક દિવસોમાં કેન્દ્ર સરકાર તરફથી NRC/CAA લાગૂં કરવાના નિર્ણયના વિરોધમાં કોલેજ, યુનિવર્સિટીઓ અને દેશની ઘણી બધી સંસ્થાઓણાં પ્રદર્શન થઇ રહ્યાં છે. આટલા ભારે વિરોધને જોતા વડાપ્રધાન અને ગૃહ મંત્રી પોતાના ખાસ અંદાજમાં વિરોધાભાસી વાતો કરી રહ્યાં છે. હવે છૂપી રીતે રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટર (NPR)ની પ્રક્રિયા શરૂ કરવાની કોશિષ કરી રહ્યાં છે.
સરકાર તરફથી આ મુદ્દા પર વડાપ્રધાન અને ગૃહ મંત્રી દ્વારા આપવામાં આવેલા વિરોધાભાસી નિવેદનોએ લોકોને દ્રિધામાં નાખ્યા છે. નિવેદનમાં કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે, પ્રદર્શનકારીઓ પર પોલીસ અંધાધૂંધ હુમલાઓ કરી રહી છે. કેટલીક જગ્યાઓ પર પોલીસની ગોળી વાગવાથી લોકોના મોતના પણ સમાચાર છે. સંવિધાન અનુસાર આ કાયદો ભારતીય સંવિધાનની મૂળ ભાવનાથી વિરૂદ્ધ છે. કોંગ્રેસે પોતાના નિવેદનમાં કહ્યું છે કે, એક તરફ લોકોમાં ભારે નારાજગી છે, જ્યારે સરકારે એક કદમ વધારે ભરતા NPRના અપડેશનની પ્રક્રિયાનું 24 ડિસેમ્બરે જાહેરાત કરી છે. આનાથી મુશ્કેલી વધવાની સાથે શંકામાં વધારો થાય છે કે, આરએસએસ-બીજેપી NPR પ્રક્રિયા પૂરી કર્યા બાદ લાંબા સમયથી NRC લાગૂં કરવાના પોતાના છૂપા એજેન્ડા પર અમલ કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *