ક્રિષ્ના સ્કૂલ ઓફ સાયન્સ માં યોગ શિબિર યોજાઈ
ગાંધીનગર
નવા વર્ષની શરૂઆતના પ્રથમ દિવસે એટલેકે તારીખ:- 1- 1- 2020 ના રોજ રાજ શિક્ષણ સંકુલમાં આવેલી ક્રિષ્ના સ્કૂલ ઓફ સાયન્સ માં યોગ શિબિર યોજાઈ. જેમાં ધોરણ ૫ થી ૧૨ ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો તથા શાળાના શિક્ષકો જોડાયા હતા. યોગ શિબિરનું માર્ગદર્શન જે.સી.પટેલ સાહેબ દ્વારા આપવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓને અભ્યાસમાં કેવી રીતે સફળ થવું, એકાગ્રતા કેવી રીતે પ્રાપ્ત કરવી અને ૯૦ ટકાથી વધુ માર્કસ મેળવવાની પાંચ (ટેકનીક) ઉપાય સુચવ્યા હતા તથા જીવનના મૂલ્યો વિષે સમજુતી આપી હતી તથા જીવનમાં માતા-પિતા ગુરુનું મહત્વ સમજાવ્યું હતું. આ શિબિર ખૂબ જ સફળ રીતે પૂર્ણ કરી બાળકોને આનંદ સાથે જ્ઞાન પ્રાપ્ત કરાવ્યું હતું. આ કાર્યક્રમમાં ડોક્ટર આર.કે.પટેલ સાહેબ, ડોક્ટર એ.કે.રાઠોડ સાહેબ હાજર રહ્યા હતા.
અંતે આમંત્રિત મહેમાનો અને માર્ગદર્શક જે.સી.પટેલ સાહેબના માર્ગદર્શન બદલ શાળા આચાર્ય અશ્વિનભાઈ પટેલ સાહેબ આભાર વ્યક્ત કર્યો હતો. અને રાષ્ટ્રગીત ગાઈ શિબિરને પૂર્ણ કર્યો હતો.