ગાંધીનગરગુજરાત

ગાંધીનગર એલસીબીની ટીમે ચંદનચોરી કરતી આંતરરાજ્ય ગેંગને રાજસ્થાનથી ઝડપી લીધી

ગાંધીનગર,ગુરૃવાર

ગાંધીનગર શહેરના સે-ર૦માં આવેલા ઔષધિય ઉદ્યાનમાંથી છેલ્લા ઘણા સમયથી ચંદનના ઝાડ કાપી ચોરી કરતી ગેંગ સક્રિય બની હતી. ત્યારે આ ગુનાઓને ઉકેલવા માટે ગાંધીનગર એલસીબીએ દોડધામ શરૃ કરી હતી અને ચોક્કસ બાતમીના આધારે ચંદન ચોરી કરતી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો છે. જે પૈકી ચાર આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. જ્યારે મુખ્ય સુત્રધારની શોધખોળ શરૃ કરાઈ છે. ચંદન ચોરોની પુછપરછમાં ચોરીના વધુ ગુના ઉકેલાવાની શક્યતા પણ સેવવામાં આવી રહી છે.

સે-ર૦માં આવેલા ઔષધિય ઉદ્યાનમાંથી ચંદન ચોરી થવાની અવારનવાર ઘટનાઓ બનતી હતી ત્યારે ગત આઠમા મહિનામાં પણ સિક્યોરીટી ગાર્ડ ઉપર જીવલેણ હુમલો કરી ચંદન લૂંટ કરવામાં આવી હતી. અગાઉના ગુનાઓની સાથે આ ગુનાઓ ઉકેલવા માટે જિલ્લા પોલીસ વડા વિરેન્દ્ર યાદવે એલસીબી પીઆઈને સુચના આપી હતી. જે અન્વયે પીએસઆઈ એચ.એલ.સોલંકી, એએસઆઈ હજારીસીંગ, હે.કો.રાજેન્દ્રસિંહ, રમેશભાઈ, સુરેશકુમાર રણજીતસિંહ, કેતનકુમાર અને કોન્સ્ટેબલ ભૌમિકભાઈની ટીમે આ ગુનો ઉકેલવા માટે ટેકનોલોજીના આધારે તપાસ કરતાં રાજસ્થાન ચિત્તોડગઢની આજુબાજુના ઈસમોની હાજરી આ ઉદ્યાનની આજુબાજુ જણાઈ હતી.

જેના આધારે ચિત્તોડગઢના બરખેડા ગામમાં રહેતાં નાસરઅલી અનારઅલી સૈયદની તપાસ કરી તેની ઉંડાણપૂર્વક પુછપરછ કરતાં તેણે પોતાના મિત્રો હીરાલાલ પરમાર કે જે ચંદન ચોરીના ગુનાઓમાં પકડાયેલા છે અને તેના સાગરીતોની વિગતો આપી હતી. જેમાં સઈદ ઉર્ફે લાલા ઘાચીખા પઠાણ, સઈદઅલી સીરાઝઅલી વલી મહંમદ સૈયદ, હકીમખા ઉર્ફે છોટુખા અજીજખા, રાજુખા શરીફખા પઠાણ, રાજુ ઉર્ફે રાજમલ પ્રતાપજી મોગીયા, બબલુ ઉર્ફે સલીમ યબુબખાન પઠાણ, પુરણ ઠાકુર અને કાલુ જાટ ડ્રાઈવર ભીલવાડા, ઉદયલાલ ગંગાજીરામ પુરબીયા અને સંતોષકુમાર પુષ્કરલાલ શર્મા સાથે મળી આ ચંદન ચોરીના ગુનાઓ આચરતા હોવાનું જણાવ્યું હતું.

આ આરોપીઓ પૈકી ગાંધીનગર એલસીબીની ટીમે નાસર અલી અનારઅલી સૈયદ, સઈદ ઉર્ફે લાલા ઘાચીખા પઠાણ, સઈદ અલી સીરાજઅલી સૈયદ અને હકીમ ખા ઉર્ફે છોટુખા અજીજખા શેખને ઝડપી પાડયા હતા. મુખ્ય સાગરીત હીરાલાલ પરમાર દ્વારા ગાંધીનગરમાં આ રેકી કરવામાં આવી હતી અને ચંદન ચોરીના ગુનાઓને અંજામ આપવામાં આવ્યો હતો. પોલીસે ફરાર આરોપીઓની શોધખોળ પણ શરૃ કરી દીધી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *