ગુજરાતમાંથી દારૂબંધી હટાવવા કોર્ટમાં 6 અરજી પર આજ થી સુનાવણી
અમદાવાદ
ગુજરાતમાં દારૂબંધી હટાવવા કોર્ટમાં 6 જાહેર હિતની અરજી કરવામાં આવી છે. જેને લઇને આજથી કોર્ટમાં સુનાવણી કરવામાં આવશે. અરજદારોએ કરેલી અરજીમાં રજૂઆત કરી છે કે દારૂબંધીનો કાયદો રાઇટ ટુ પ્રાઇવસી એકટના ભંગ સમાન છે. ગુજરાતમાં દારૂબંધનો કાયદો રાઈટ ટુ પ્રાઇવસી એક્ટના ભંગ સમાન છે. સુપ્રીમ કોર્ટે આપેલા રાઇટ ટુ પ્રાઇવસી હેઠળ ઘરની ચાર દીવાલોની વચ્ચે તેઓ દારૂનું સેવન કરી શકે છે.
સુપ્રીમ કોર્ટે આપેલા રાઇટ ટુ પ્રાઇવસી હેઠળ ઘરની ચાર દીવાલોની વચ્ચે તેઓ દારૂનું સેવન કરી શકે છે. બંધારણે વ્યકિતને ખાનગીપણાનો, સમાનતાનો અને રહેવાની સ્વાતંત્રતાનો હક આપ્યો છે. એટલે વ્યક્તિએ શું ખાવું અને શું પીવું તેનો પણ હક હોવો જોઈએ.
ગુજરાત અસ્તિત્વમાં આવ્યું ત્યારથી તેમાં દારૂબંધીનો કાયદો અમલમાં છે. સરકારે ફેબ્રુઆરી ૨૦૧૭માં વિધાનસભામાં બિલ પાસ કરીને દારૂબંધીનો કાયદો વધુ કડક બનાવ્યો હતો. જેમાં દારૂ બનાવવા, ખરીદવા કે વેચવા અને હેરફેર કરવા બદલ ૧૦ વર્ષ સુધીની જેલની સજાની જોગવાઈ છે કાયદા અનુસાર જો કોઈના ઘરમાંથી દારૂની બોટલ મળે તો પણ તેને સજ થઈ શકે છે. હાઈકોર્ટમાં આ અંગે ગયા વર્ષે સૌ પહેલા પિટિશન કરનારા બંદેશ સોપારકરના જણાવ્યા મુજબ સરકારે કોર્ટમાં જવાબ રજૂ કરી દીધો છે અને હવે અમે તેની સામે અમારો જવાબ રજૂ કરીશું.
કોર્ટમાં ફાઈલ થયેલી તમામ છ પીઆઈએલનું ગ્રાઉન્ડ એક જ હોવાથી તેના ઉપર એક સાથે સુનાવણી હાથ ધરવામાં આવશે આ માટે હાઈકોર્ટમાં દલીલો તા.૬ઠ્ઠી જાન્યુઆરીથી હાથ ધરવામાં આવશે. અરજદારોનો એવો દાવો છે કે, રાજ્યનો દારૂબંધીનો કાયદો નાગરિકો વચ્ચે ભેદભાવ કરે છે. કારણ કે, ગુજરાતમાં બહારથી આવેલા લોકો કોઈ રોકટોક વીના પરમિટ મેળવીને દારૂનું સેવન કરી શકે છે.જ્યારે ગુજરાતમાં રહેલાં લોકોને સરકાર દારૂનું સેવન કરવાથી વંચિત રાખી પરવાનગી નથી આપતી. ઉપરાંત ગમે તે સમયે પ્રાઈવેટ પ્રોપર્ટીમાં દરોડા પાડીને પોલીસ નાગરિકોના રાઈટ ટુ પ્રાઇવસીનો ભંગ કરે છે.