CAAના વિરોધની અસર પતંગ બજાર પર……
અમદાવાદ
દેશમાં ચાલી રહેલા CAAના વિરોધની અસર પતંગ બજાર પર જોવા મળી રહી છે. ઉતરાયણને હવે ફકત 10 દિવસો જ બાકી રહ્યા છે અને પતંગ રસીયાઓનો ઉત્સાહ કંઈક અનોખો જ જોવા મળી રહ્યો છે. પરતું દેશમાં ભારે મંદીના કારણે બજારોમાં ગત વર્ષ કરતા આ વર્ષે 30 થી 40 ટકા જેટલો ધંધો હોવાનું એક વેપારીએ જણાવ્યું છે.
ઉતરાયણના હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે અને બજારમાં કોઈ પણ પ્રકારનો ઉત્સાહ જોવા મળી રહ્યો નથી. વેપારીઓના કહેવા મુજબ હાલમાં તેઓ 25 ટકાના ડિસ્કાઉન્ટ સાથે પતંગો વેચી રહ્યા છે, તેમ છતાં વેચાણમાં વધારો થઈ રહ્યો નથી. CAAના બિલને લઈને દેશભરમાં વિરોધ પ્રદર્શનને પગલે રાજ્યમાં પતંગ બનાવતા ઉદ્યોગોની મુશ્કેલીમાં વધારો થયો છે. રાજ્યમાં પતંગની અછતને પૂરી કરવા માટે દર વર્ષે ઉત્તર પ્રદેશથી 3000 જેટલા પતંગ બનાવનારા કારીગરો બોલાવાય છે. પરંતુ આ વર્ષે માત્ર 500 કારીગરો આવ્યા છે. વેપારીઓ મુજબ કોલકાતા, મુંબઈ અને બેંગ્લોરના અન્ય વેપારીઓના ઓર્ડરમાં પણ આ વર્ષે ઘટાડો નોંધાયો છે.
શહેરના મુખ્ય પતંગ બજારમાં એક વેપારીએ જણાવ્યું છે કે, પાછલા વર્ષની તુલનાએ આ વર્ષે ત્રીજા ભાગનો બિઝનેસ થયો છે. દર વર્ષે અંદાજે 35 લાખનો પતંગનો બિઝનેસ કરનારા પતંગવાળા કહે છે, માર્કેટમાં પતંગનો સ્ટોક છે પરંતુ તેને ખરીદનારા લોકો નથી મળી રહ્યા. પાછલા વર્ષની તુલનાએ આ વર્ષએ પતંગના ભાવમાં કોઈ વધારો નથી થયો. પતંગનું વેચાણ ઓછું હોવાથી તે પાછલા વર્ષ કરતા પણ સસ્તા થઈ જશે.