દીપિકા પાદુકોણની ફિલ્મ છપાકને MP માં કરાઈ ટેક્સ ફ્રી
મુંબઈ
દીપિકા પાદુકોણની ફિલ્મ છપાક રિલીઝ થયા પહેલા ચર્ચામાં છે. હવે ફિલ્મને મધ્ય પ્રદેશમાં ટેક્સ ફ્રી કરી દેવામાં આવી છે. મધ્ય પ્રદેશના મુખ્યમંત્રીએ સોશિયલ મીડિયા પર તેની જાણકારી આપી છે. કમલનાથના ટ્વીટર એકાઉન્ટથી જાહેર કરવામાં આવ્યું- દીપિકા પાદુકોણ અભિનીત એસિડ અટેક સર્વાઈવર પર બનેલી ફિલ્મ છપાક જે 10 જાન્યુઆરીએ દેશભરના સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે તેને મધ્યપ્રદેશમાં ટેક્સ ફ્રી કરવાની ઘોષણા કરૂ છું.
તેમણે આગળ લખ્યું કે આ ફિલ્મ સમાજમાં એસિડ પીડિત મહિલાઓને લઈને એક સકારાત્મક સંદેશ આપવાની સાથે સાથે તેને પીડીની સાથે આત્મવિશ્વાસ, સંઘર્ષ, આશા અને જીવવાની હિમ્મતની કહાની પર આધારિત છે. આવા મામલામાં સમાજના વિચારને બદવાના સંદેશ પર આધારિત છે.