ગાંધીનગરગુજરાત

આવતી કાલે વિધાનસભાનું સત્ર, હંગામેદાર રહેવાની શકયતા

ગાંધીનગર
ગાંધીનગરમાં આવતી કાલે વિધાનસભાનું સત્ર મળશે. સત્ર પહેલા વિધાનસભા કામ કાજ સમિતિની બેઠક મળી હતી. જે બેઠકમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, પ્રદીપસિંહ જાડેજા, વિપક્ષ નેતા પરેશ ધાનાણી, અને અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી બેઠકમાં હાજર રહ્યા હતા. આ મામલે પ્રદીપ સિંહે જણાવ્યુ હતુ કે, બે કલાક સુધી વિધાનસભામાં સીસીએ પ્રસ્તાવ મુદ્દે ચર્ચા કરવામાં આવશે. તેમણે કહ્યું કે, દેશના નાગરિકતા કાયદામાં જે સમસ્યા હતી તેના માટે caa એક્ટ પસાર કરવામાં આવ્યો છે. વિધાનસભાના સત્ર દરમ્યાન 27 બેઠક યોજાશે અને 24 ફેબ્રુઆરીએ રાજ્યનું બજેટ રજૂ કરવામાં આવશે.
વિધાનસભા સત્ર અંતર્ગત કામકાજ સલાહકાર સમિતિની એક બેઠક મળી હતી, બેઠકમાં વિપક્ષ દ્વારા પ્રજાના વિવિધ પ્રશ્નો પર વધુ ચર્ચા કરવા માટે અધ્યક્ષ સમક્ષ વિધાનસભાનું સત્ર લંબાવવાની વાત કરવામાં આવી હતી. જો કે શાસક પક્ષે દર વખતની જેમ આ વખતે પણ વિપક્ષની માગનો અસ્વીકાર કર્યો હતો. ત્યારે કોંગ્રેસના નેતાએ કહ્યું કે જો સરકાર સત્રના દિવસોમાં વધારો કરે તો પ્રજાહિતના પ્રશ્નોની ચર્ચા કરી શકાય. તેમજ વિપક્ષે ગૃહમાં નવજાત શિશુના મોત મુદ્દે પણ ચર્ચાની માગ કરી હતી પરંતુ શાસક પક્ષે આ માગને પણ ફગાવી દીધી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x