ગાંધીનગરગુજરાત

શર્મનાક: પોતાની પુત્રીને ગર્ભવતી બનાવી મોતને ઘાટ ઉતારનાર પિતાને ફાંસી

સુરત
ડુમસ રોડ પર ગત 30-6-2017ના રોજ ખેતરની પડતર જગ્યાએથી 14 વર્ષીય કિશોરીની લાશ મળી આવી હતી. પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, 4 વર્ષની દીકરીને ગર્ભવતી બનાવીને 6 મહિના સુધી શોષણ કરતાં પિતા પર પોક્સો એક્ટનો ગુનો નોંધાયો હતો. આખરે 2017ની દુર્ઘટનાને ન્યાય મળ્યો અને તે હેવાન પિતાને સેશન્શ કોર્ટમાં ફાંસીની સજા સંભળાવવામાં આવી છે.
30 જૂન 2017ના રોજ સવારે આશરે 10 વાગ્યે ડુમસ રોડ પર ખેતરની પડતર જગ્યાએથી 14 વર્ષીય કિશોરીની હત્યા કરાયેલી લાશ મળી હતી. આ કિશોરીને જોતા સ્પષ્ટ થતું હતું કે તેનું ગળું દબાવી કોઇએ હત્યા કરી છે. ફોરેન્સિક તપાસમાં પણ હત્યા થવાની વાત સાબિત થઇ હતી. કિશોરીની ઓળખ લિઝા ટુકના દાસ રહે પાંડેસરા અને મૂળ રહેવાસી ઓડિશાના સામે આવી હતી.
ત્યાર બાદમાં પોલીસે તપાસ કરતાં પિતા ટુકના દાસે જ ગળુ દબાવી હત્યા કર્યાની હકીકત સામે આવી હતી. પોલીસે આરોપી પિતાની પૂછપરછમાં કિશોરીના પિતાએ જણાવ્યું હતું કે,’તેના પેટમાં ગર્ભ કોનો છે તે નહોતી કહેતી માટે હોસ્પિટલ લઈ જવાના બહાને રિક્ષામાં બેસાડી ઘરેથી લઈ ગયો હતો અને ગળું દબાવી હત્યા કરી હતી. ડુમસ પોલીસ મથકના જે તે વખતના ઇન્ચાર્જ પોઈ એમ.આર. નકુમે કહ્યું હતું કે, ‘જેની હત્યા કરવામાં આવી હતી તે લિઝા ટુકના દાસની ઓળખ થયા બાદ પોલીસે તેના પિતા ટુકના દાસની ઊંડાણ પૂર્વક પૂછપરછ કરી હતી. પરંતુ આરોપી સહકાર નહોતો આપતો અને માત્ર એટલું જ જણાવતો કે ગર્ભ કોનો છે તે જાણવા જ તેણે ગળું દબાવ્યું પણ તે જવાબ ન આપતાં મોતને ઘાટ ઉતારી હતી.’ આ મુદ્દે ભૂતકાળમાં પુત્રીને પિતાએ માર પણ માર્યો હતો. આમ છતાં તે નામ આપતી જ ન હતી. ટુકના દાસને હાલ બીજી પત્ની છે. લિઝા પહેલી પત્નીની પુત્રી હતી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x