રાષ્ટ્રીય

અમેરિકાની પદ્ધતિ થી આતંકવાદ નાબુદ કરી શકાય છે: CDS રાવત

નવી દિલ્હી
દેશના પહેલા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપીન રાવતે એક કાર્યક્રમમાં કહ્યું કે, દુનિયાને આતંકવાદ થી મુક્ત કરાવવા માટે આતંકવાદીઓ અને તેમનો સાથ આપનારાઓ પર કડક કાર્યવાહી કરવી જોઈએ. નવી દિલ્હીમાં આયોજિત બે દિવસીય રાયસીના ડાયલોગ પ્રોગ્રામમાં જનરલ બિપીન રાવતે કહ્યું કે, આતંકવાદને અમેરિકાની સ્ટાઈલથી જ હરાવી શકાય છે. આ કાર્યક્રમમાં તેમણે દેશમાં લોકોને કટ્ટર બનાવવા અને કાશ્મીરમાં પેલેટ ગેનનો ઉપયોગ કરવા જેવા સવાલોનો જવાબ આપ્યો હતો.
તેમણે કહ્યું કે, આપણે આતંકવાદને નાબૂદ કરવાનો રહેશે અને આવું માત્ર એ જ રીતે કરી શકાય છે, જે સ્ટાઈલ અમેરિકાએ 9/11ના હુમલા બાદ અપનાવી હતી. અમેરિકાએ આતંકવાદની વિરુદ્ધ વૈશ્વિક યુદ્ધ કર્યું હતું. સીડીએસએ કહ્યું કે, આતંકવાદને નાબૂદ કરવા માટે આતંકવાદીઓની સાથેસાથે એ તમામને અલગ-થલગ કરવાની જરૂર છે, જે આતંકવાદીઓને ફન્ડિંગ અને બચાવ કરે છે. તેઓને દંડિત કરવા પડશે. તેઓએ આતંકવાદી સંગઠનોની સાથે શાંતિ કરાર કરવા વિશે કહ્યું કે, આવા કરારમાં સુખશાંતિની ગેરેન્ટી લેવી જરૂરી છે. જનરલ રાવતે કહ્યું કે, અફઘાનિસ્તાને પણ શાંતિ કરાર કરવા પડશે. તાલિબાન હોય કે આતંકવાદમાં માનતુ કોઈ પણ સંગઠન હોય, તેઓએ આતંકી વિચારોને ત્યાગી દેવા જોઈએ. તેઓએ મુખ્યધારાની રાજનીતિમાં આવવુ પડશે. આપણે આતંકવાદને નાબૂદ કરવુ પડશે અને આવું માત્ર એક જ રીતે કરી શકાશે, જે રીત અમેરિકાએ 9/11ના હુમલા બાદ અપનાવ્યું હતું.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x