મહારાષ્ટ્ર માં 26 જાન્યુઆરીથી શાળાઓમાં બંધારણનું વાંચન બનશે ફરજિયાત
મુંબઈ
મહારાષ્ટ્ર સરકારે રાજ્યની તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં બંધારણની પ્રસ્તાવના લખાણને ફરજિયાત બનાવવાનો નિર્દેશ આપ્યો છે. રાજ્ય મંત્રી વર્ષા ગાયકવાડે મંગળવારે જણાવ્યું હતું કે 26 જાન્યુઆરીથી રાજ્યની તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં સવારની પ્રાર્થના પછી બંધારણની પ્રસ્તાવના વાંચવી ફરજિયાત રહેશે. આ ઉપરાંત, તમામ શાળાઓમાં મરાઠી ભાષાને ફરજિયાત બનાવવાનો પણ સરકારનો ઇરાદો છે.
રાજ્ય સરકારના એક પરિપત્રમાં જણાવાયું છે કે પ્રસ્તાવના લખાણ ‘સંવિધાનની સાર્વભૌમત્વ, સૌનું કલ્યાણ’ અભિયાનનો એક ભાગ છે. ગાયકવાડે કહ્યું, ‘વિદ્યાર્થીઓ બંધારણની પ્રસ્તાવના વાંચશે જેથી તેઓ તેનું મહત્વ જાણી શકે. સરકારની આ ખૂબ જ જૂની દરખાસ્ત છે પરંતુ અમે તેનો અમલ 26 જાન્યુઆરીથી કરીશું. આ સંદર્ભે સરકારે ફેબ્રુઆરી 2013 માં એક પરિપત્ર બહાર પાડ્યો હતો. તે સમયે રાજ્યમાં કોંગ્રેસ-એનસીપીની સરકાર હતી.