દેશના 1% અમીરોની સંપતિ 95.35 કરોડ લોકોની કુલ સંપતિથી પણ ચાર ગણી વધારે
દેશના 1 ટકા અમીરોની સંપતિ 95.35 કરોડ લોકો એટલે કે 70 ટકા વસ્તીની કુલ સંપતિથી પણ ચાર ગણી વધુ છે. દેશના 63 અબજપતિઓની સંપતિ દેશના એક વર્ષના બજેટથી પણ વધુ છે. 2018-19માં દેશનું બજેટ 24 લાખ 42 હજાર 200 કરોડ રૂપિયા હતુું. વિશ્વમાંથી ગરીબી ખત્મ કરવા માટે કામ કરનારી સંસ્થા ઓક્સફેમે સોમવારે બહાર પાડેલા રિપોર્ટ ટાઈમ ટૂ કેરમાં આ આંકડાઓ પ્રકાશમાં આવ્યા છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઘરનું કામ કરનાર મહિલાને ટેક કંપનીના ટોપ CEOના એક વર્ષના વેતન બરાબર કમાવવામાં 22,277 વર્ષ લાગી જશે. ટેક કંપનીના સીઈઓ પ્રતિ સેકન્ડ 106 રૂપિયાના હિસાબથી 10 મિનિટમાં એટલુ કમાઈ લેશે, જેટલું ઘરેલું કામ કરના મહિલા એક વર્ષમાં કમાય છે. મહિલાઓ અને છોકરીઓ પ્રત્યેક દિવસે 3.26 અબજ કલાક પેમેન્ટ વગર કામ કરે છે. તે દેશની ઈકોનોમિમાં 19 લાખ કરોડ રૂપિયાના યોગદાનને બરાબર છે. આ રકમ 2019માં દેશના શિક્ષા બજેટ(93 હજાર કરોડ રૂપિયા)થી 20 ગણી વધારે છે.
ઓક્સફેમના રિપોર્ટ મુજબ વિશ્વના 2,153 અબજપતિઓની સંપતિ 4.6 અબજ એટલે કે વિશ્વની 60 ટકા વસ્તીની કુલ સંપતિથી પણ વધુ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ખૂબ જ વધુ વૈશ્વિક અસમાનતાની સ્થિતિ ચોંકાવનારી છે. છેલ્લા 10 વર્ષમાં અબજપતિઓની સંખ્યા બે ગણી થઈ ચૂકી છે, જોકે ગત વર્ષે તેમની કુલ નેટવર્થમાં ઘટાડો આવ્યો છે.