દેશના ૧૫૪ લોકોએ રાષ્ટ્રપતિને કરી લોકશાહી સંસ્થાઓના રક્ષણની અપીલ
નવી દિલ્હી
દેશના 154 પ્રબુદ્ધ નાગરિકોએ શુક્રવારે રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદને સુધારેલા નાગરિકત્વ કાયદાના વિરોધના નામે હિંસા કરનારાઓ સામે કાર્યવાહી કરવાની અપીલ કરી લોકશાહી સંસ્થાઓના રક્ષણની અપીલ કરી હતી. રાષ્ટ્રપતિને અપીલ કરનારા આ પ્રબુદ્ધ નાગરિકોમાં પૂર્વ ન્યાયાધીશો, અમલદારો, સંરક્ષણ કર્મીઓ વગેરેનો સમાવેશ થાય છે.
પૂર્વ ન્યાયાધીશ પ્રમોદ કોહલીની આગેવાની હેઠળના એક પ્રતિનિધિ મંડળ આજે રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદને મળ્યું હતું અને દાવો કર્યો હતો કે સુધારેલા નાગરિકત્વ કાયદા સામે કેટલાક રાજકીય તત્વોના દબાણ હેઠળ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે.