‘The Economist’એ ભારતને ગણાવ્યું અસહિષ્ણુ, CAA-NRC મુદ્દે પણ મોટો ખુલાસો
નવી દિલ્હી
જાણીતા મેગેઝીન ‘ધ ઈકોનોમિસ્ટ’ ના નવા કવર પેજને કારણે વિવાદ સર્જાયો છે. મેગેઝીને નાગરિકતા સુધારણા કાયદો (CAA) અને નેશનલ સિટિઝનશીપ રજિસ્ટર (NRC)ને કારણે ભારતમાં થઈ રહેલા વિરોધ પ્રદર્શનોને પગલે મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. કવર પેજ પર કાંટાના તારની વચ્ચે ભાજપનું ચૂંટણી ચિન્હ કમળનું ફૂલ જોવા મળી રહ્યું છે. તેના પર લખ્યું છે ‘અસહિષ્ણુ’ ભારત. મેગેઝીને લખ્યું છે કે, કેવી રીતે ભારતના વડાપ્રધાન અને તેમની પાર્ટી દુનિયાના સૌથી મોટા લોકતંત્રને જોખમમાં નાંખી રહ્યા છે. આર્ટિકલના ટાઈટલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર વિશ્વના સૌથી મોટા લોકતંત્રમાં વિભાજનનો આક્ષેપ કરાયો છે.
‘ધી ઈકોનોમિસ્ટ’ મેગેઝીનના કવર પેજના કારણે એક વિવાદ શરૂ થઈ ગયો છે. મેગેઝીનના કવર પેજ પર નાગરિકતા કાયદો (CAA) અને રાષ્ટ્રીય નાગરિકતા રજિસ્ટ્રેશન (NRC) મુદ્દે ભારતમાં થતાં વિરોધ પ્રદર્શન મામલે મોદી સરકાર પર આકરા પ્રહાર કરવામાં આવ્યા છે. કવર પેજ પર કાંટાળા તારની વચ્ચે ભારતીય જનતા પાર્ટી (BJP)નું ચિન્હ કમળ જોવા મળીરહ્યું છે. તેના ઉપર લખવામાં આવ્યું છે, અસહિષ્ણુ ભારત, કેવી રીતે મોદી દુનિયાના સૌથી મોટા લોકતંત્રને જોખમમાં મુકી રહ્યા છે.
‘ધી ઈકોનોમિસ્ટ’એ ગુરુવારે કવર પેજ ટ્વિટ કરતાં લખ્યું છે કે, કેવી રીતે ભારતના વડાપ્રધાન અને તેમની પાર્ટી દુનિયાના સૌથી મોટા લોકતંત્રને જોખમમાં મુકી રહ્યા છે. આર્ટીકલના ટાઈટલમાં પીએમ નરેન્દ્ર મોદી પર દુનિયાના સૌથી મોટા લોકતંત્રમાં વિભાજનનો આરોપ લગાવવામાં આવ્યો છે. તેમાં લખ્યું છે કે, ભારતના 20 કરોડ મુસ્લિમો ડરેલા છે, કારણ કે વડાપ્રધાન હિન્દુ રાષ્ટ્રના નિર્માણમાં વ્યસ્ત થઈ ગયા છે. 80ના દાયકામાં રામ મંદિર માટે આંદોલન સાથે બીજેપીની શરૂઆત પર ચર્ચા કરતાં લેખમાં તર્ક આપવામાં આવ્યો છે કે, સંભવિત રીતે નરેન્દ્ર મોદી અને બીજેપીને ધર્મ અને રાષ્ટ્રીય ઓળખના આધાર પર વિભાજનથી ફાયદો થયો છે.