ગુજરાત ભાજપામાં નારાજગીનો માહોલ: વધુ એક નેતાએ વ્યકત કરી નારાજગી
ભાવનગર
પૂર્વ ગૃહ મંત્રી અને ભાવનગર ભાજપના નેતા મહેન્દ્ર ત્રિવેદીએ પણ તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી છે. મહેન્દ્ર ત્રિવેદીએ મનપા કમિશનર અને જીપીસીબી સામે કોર્ટમાં ફરિયાદ કરી છે. મહેન્દ્ર ત્રિવેદીએ આક્ષેપ કર્યા કે, કંસારા શુદ્ધિકરણ માટે વર્ષ 2002માં 25 લાખ સરકારે ફાળવ્યા હતા, તેમ છતાં કામમા કોઈ નક્કર પરિણામ આજ સુધી આવ્યું નથી. હાલના મંત્રી વિભાવરીબહેન દવેના પ્રયત્નોથી કંસારા શુદ્ધિકરણ માટે ગત ડિસેમ્બરમાં 38 કરોડનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે.
પૂર્વ ગૃહ મંત્રીએ આક્ષેપ કરતાં, કામગીરી પર સવાલ ઉઠી રહ્યાં છે. તો બીજી તરફ વર્તમાન મંત્રી અને પૂર્વ ગૃહ મંત્રી વચ્ચેનો ગજગ્રહ પણ બહાર આવ્યો હોવાની ચર્ચા લોકમુખે ચર્ચાઈ રહ્યો છે. મહેન્દ્ર ભાઈએ કહ્યું તેઓ પક્ષથી નારાજ નથી. પરંતુ કંસારા પ્રોજેક્ટને મહત્વ આપીને જલ્દી પરિપૂર્ણ કરવામાં આવે તેવી માગ છે. ત્યારે તેઓએ કહ્યું કે આગમી દિવસોમાં મુખ્યમંત્રીને વહેલી તકે કાર્ય પૂર્ણ થાય તે અંગે ધ્યાન દોરવામાં આવશે તેમ જણાવ્યું છે.