ગુજરાતમાં સ્થાનિક સ્વારજની ચૂંટણી માટે ગુજરાત આવશે રાહુલ ગાંધી
નવી દિલ્હી/અમદાવાદ
અગામી સમયમાં 2020ના અંતમાં ગુજરાતમાં સ્થાનિક સ્વારજની ચૂંટણી યોજાશે અને રાજકીય પક્ષોમાં આ ચૂટણીની તૈયારી અત્યારથી જોવા મળી રહી છે. કોંગેસ તરફથી રાહુલ ગાંધી ગુજરાત આવશે અને અલગ અલગ બે જાહેર સભાઓ અને પાર્ટીના કાર્યક્રમોમાં હાજરી આપશે. સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ કોંગ્રેસ સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે અત્યારથી તૈયાર થઈ રહી છે. કારણકે આ પહેલા પણ ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા રાહુલ ગાંધીએ ગુજરાતમાં 162થી વધું વિધાનસભા મત વિસ્તારનો પ્રવાસ કર્યો અને પાર્ટી માટે મત માગ્યા હતા.
રાહુલ ગાંધી ગુજરાતમાં અલગ અલગ બે જાહેર સભાઓ અને પાર્ટીના કાર્યક્રમાં હાજરી આપશે. દેશની આર્થિક સ્થિતિ અને મંદી અંગે રાહુલ ગાંધી જનસભા સંબોધન કરશે. 2020ના અંતમાં ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાશે. તે પહેલા બન્ને રાષ્ટ્રીય પક્ષ ભાજપ અને કોંગ્રેસના દિગજ નેતાઓ ગુજરાતનો પ્રવાસ કરી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઇ આંતરરાષ્ટ્રીય નેતાઓ પણ ગુજરાતના મહેમાન આગામી સમયમાં બનવા જઇ રહ્યા છે. ત્યારે કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી પણ માર્ચ મહિનાના પ્રથમ સપ્તાહમાં ગુજરાતમાં આવી રહ્યા છે.
કોંગ્રેસના જાણકાર સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ કોંગ્રેસના 2020 સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે અત્યારથી તૈયારી થઇ રહી છે. પ્રદેશ કોંગ્રેસ દ્વારા ગુજરાતભરમાં તાલુકા સંવાદ કાર્યક્રમ અંતર્ગત કાર્યકર્તાઓ અને જનતાનો મૂડ જાણવાનો પ્રયાસ થઇ રહ્યો છે. ત્યારે કોંગ્રેસ પાર્ટી હવે ચૂંટણી પ્રચારમાં રાષ્ટ્રીય નેતાઓ પણ મેદાનમાં ઉતારશે. રાહુલ ગાંધી ગુજરાતમાં અલગ અલગ બે જાહેર સભાઓ અને પાર્ટીના કાર્યક્રમમાં હાજરી આપશે.