ગાંધીનગરગુજરાત

સુપ્રીમના ચુકાદાની રાહ જોયા વિના સાંજે EBC રદ, મોડી રાત્રે એ હુકમ ‘પસ્તીમાં

ગાંધીનગર :
પાટીદાર અનામત આંદોલનના પગલે રાજ્ય સરકારે ગરીબ સવર્ણો માટે જાહેર કરેલી 10 ટકા આર્થિક અનામત આખરે 5 મહિના બાદ નાબૂદ કરવાનો શુક્રવારે સાંજે નિર્ણય લીધા પછી મોડી રાત્રે ફેરવી તોળીને અનામતની જોગવાઈઓને ચાલુ રાખવાનું નિર્ણય લીધો છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે અનામતના અમલ માટે સરકાર છેક સુધી કાયદાકીય લડત આપવા તૈયાર છે.
હાઇકોર્ટના આદેશના બાદ રાજ્ય સરકારે સુપ્રીમમાં અપીલ કરી હતી જેનો આખરી ચૂકાદો આવે તેની રાહ જોયા વિના રાજ્ય સરકારે શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ અને સરકારી નોકરી સહિત તમામ બાબતોમાંથી 10 ટકા અનામતની જોગવાઇ નાબુદ કરી છે. 10 ટકા ઇબીસી દાખલ કરવા અંગે રાજ્ય સરકારે ગત મે મહિનામાં જારી કરેલા 8 જીઆર રદ કર્યા છે.

સરકારી નોકરીમાં આ જોગવાઇનો અમલ કરી શકાશે નહીં

સામાન્ય વહીવટ વિભાગે જારી કરેલા આદેશમાં જણાવ્યા પ્રમાણે 9 સપ્ટેમ્બરે સુપ્રીમ કોર્ટે આપેલા ચૂકાદામાં જણાવ્યું છે કે રાજ્ય સરકારે બિન અનામત કક્ષાના આર્થિક રીતે નબળા વર્ગ માટે 10 ટકા અનામતની જોગવાઇ અન્વયે શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ આપી દીધો હોય તો તે ચાલુ રાખવો પરંતુ હવે પછી પ્રવેશ આપી શકાશે નહીં, સરકારી નોકરીમાં આ જોગવાઇનો અમલ કરી શકાશે નહીં. સુપ્રીમના આ ચૂકાદાને પગલે રાજ્ય સરકાર દ્વારા ઇબીસીને લગતા તમામ જાહેરનામા રદ કરવામાં આવ્યા છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *