J&K ફાયરિંગ: નાગરોટા એન્કાઉન્ટરમાં ત્રણ આતંકીઓ ઠાર; નેશનલ હાઇવે બંધ
શ્રીનગર
જમ્મુ-કાશ્મીરમાં મોટો આતંકવાદી હુમલો કરવાના ઇરાદે દાખલ થયેલા ત્રણ આતંકવાદીઓને જમ્મુ જિલ્લાના નાગરોટાના બાન ટોલ પ્લાઝા નજીક સુરક્ષા દળોએ માર્યા ગયા છે. એન્કાઉન્ટર ચાલુ રહે છે. શ્રીનગર તરફ જઇ રહેલા આતંકવાદીઓએ ખીણમાં જવાની કોશિશમાં નાગરોટા નજીક સુરક્ષા દળોની નાકા પાર્ટી પર ફાયરિંગ કર્યું. આમાં એક પોલીસ જવાન ઘાયલ થયો છે. જમ્મુ-કાશ્મીર પોલીસના ડીજીપી દિલબાગસિંહે જણાવ્યું હતું કે આતંકીઓનું આ જૂથ શ્રીનગર તરફ જઈ રહ્યું હતું એવી શંકા છે કે તેઓ કઠુઆ, હીરાનગર બોર્ડરથી ઘૂસ્યા છે, આ મામલે હજુ તપાસ ચાલુ છે.
જમ્મુના આઈજી, મુકેશસિંહે જણાવ્યું હતું કે, સવારે પોલીસ દ્વારા એક ટ્રકને ચેકીંગ માટે રોકવામાં આવી હતી. ત્યારબાદ ટ્રકની અંદર છુપાયેલા આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધી હતી. જેમાં એક પોલીસ જવાન પણ ઘાયલ થયો હતો. ઓછામાં ઓછા ચાર વધુ આતંકવાદીઓ આ વિસ્તારમાં છુપાયેલા હોવાની શંકા છે. આ વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે અને સર્ચ ઓપરેશન ચાલુ છે. ટ્રક ચાલકનું નામ મોહમ્મદ મકબુલ વાની છે, જે અનંતનાગનો રહેવાસી છે.