રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ: માઉન્ટ કાર્મેલ સ્કુલ ખાતે “વિજ્ઞાનની નવીનતમ ક્ષિતિજો” પર વ્યાખ્યાન યોજાયું
ગાંધીનગર
ભારતના પનોતા પુત્ર અને નોબલ પારિતોષિક વિજેતા ડૉ.સી.વી. રામનની યાદમાં ૨૮ ફેબ્રુઆરી રાષ્ટ્રીય વિજ્ઞાન દિન તરીકે ઉજવાય છે.ગુજરાતકાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (ગુજકોસ્ટ) ગાંધીનગર ના માર્ગદર્શન નીચે નિસર્ગ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર દ્વારા ફેબ્રુઆરી માસમાં દશ જેટલા જુદા-જુદા કાર્યક્રમોનું આયોજન કરેલ છે.
રાષ્ટ્રીય વિજ્ઞાન દિનની ઉજવણી અંતર્ગત માઉન્ટ કાર્મેલ સ્કુલ ખાતે ડૉ.અનીલ પટેલ નું “વિજ્ઞાનની નવીનતમ ક્ષિતિજો” વિષયપર વ્યાખ્યાન યોજાયું જેમાં તેઓશ્રી એ સ્પેસ સાયન્સ,રોબોટીક્સ,કોમ્યુનીકેશન,એનર્જી,હેલ્થ જેવા વિવિધ ક્ષેત્રોમ થયેલ નવીન સંશોધનો વિષે રસપ્રદ વાતો વિદ્યાર્થીઓને કરી. પ્રશ્નોત્તરીમાં વિદ્યાર્થીઓના પ્રશ્નોના જવાબ પણ તેમણે ખુબજ સરળભાષામાં આપ્યા. શાળાના વિજ્ઞાન શિક્ષક હેમાંગીની બહેને સમગ્ર કાર્યક્રમનું આયોજન કરેલ.