માણાવદર, મેંદરડા અને વંથલી તાલુકામાં નવા પંચાયત ઘર કરાયાકરાયા મંજુર
ગાંધીનગર
માણાવદર વિધાનસભા મતવિસ્તારના માણાવદર તાલુકાના ૭ ગામ, મેંદરડા તાલુકાના ૨ ગામ અને વંથલી તાલુકા ૫ ગામોમાં રૂપિયા એક કરોડ છન્નું લાખના ખર્ચે પંચાયત ઘર મંજૂર કરાવતા પ્રવાસન અને મત્સ્યોદ્યોગ મંત્રી જવાહર ચાવડા
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ અને પંચાયત મંત્રી જયદ્રથસિંહજી પરમારનો આભાર વ્યક્ત કરતા પ્રવાસન અને મત્સ્યોદ્યોગ મંત્રી જવાહર ચાવડા
જુનાગઢ જીલ્લાના માણાવદર વિધાનસભા મત વિસ્તારના માણાવદર, મેંદરડા અને વંથલી તાલુકામાં પંચાયત વિભાગ દ્વારા રૂ. ૧૯૬.૦૦ લાખના ખર્ચે નીચે મુજબના ગામોમાં પંચાયત ઘર મંજુર કરવામાં આવ્યા છે. આ તકે મંત્રીએ માન. મુખ્યમંત્રી રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ અને પંચાયત મંત્રી જયદ્રથસિંહ પરમારનો આભાર વ્યક્ત કરેલ હતો. રાજ્ય સરકાર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નશીલ છે અને ગ્રામ સચિવાલયની પરિકલ્પના પુર્ણ કરવા કટિબધ્ધ છે. આ પંચાયત ઘરોના કામ મંજુર થતાં સ્થાનિક આગેવાનો, કાર્યકર્તાઓ તેમજ માણાવદર, મેંદરડા અને વંથલી તાલુકાના આગેવાનો અને સ્થાનિક લોકોમાં હર્ષ અને આનંદ લાગણી વ્યક્ત કરેલ છે.