નહેરુ નહોતા ઈચ્છતા કે સરદાર પટેલ કેબિનેટમાં રહેઃ :વિદેશમંત્રી જયશંકર
નવી દિલ્હી
વિદેશમંત્રી એસ જયશંકરે કહ્યું કે, પૂર્વ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુએ 1947માં તેમની કેબિનેટમાં સરદાર વલ્લભભાઈ પટેલનું નામ સામેલ કર્યું ન હતું. જયશંકરે બુધવારે પટેલના સહયોગી રહી ચુકેલા વીપી મેનનની ઓટોબાયોગ્રાફીના લોન્ચિંગમાં હાજરી આપી હતી. આ વાત તેમણે લોન્ચિંગ સમારોહમાં જ કરી હતી. ઈતિહાસકાર રામચંદ્ર ગુહાએ ટ્વીટ કરીને કહ્યું, નહેરુએ પટેલને પત્ર લખીને સ્વતંત્ર ભારતના મંત્રીમંડળમાં જોડાવા માટે આમંત્રિત કર્યા હતા.
જાણિતા ઈતિહાસકાર રામચંદ્ર ગુહાએ એક ટ્વીટ કરીને કહ્યું કે, નહેરુએ 1લી ઓગસ્ટે પત્ર લખીને સરદાર પટેલને ભારતના પ્રથમ કેબિનેટમાં જોડાવા માટેનું આમંત્રણ આપ્યું હતું. તેમને કેબિનેટના સૌથી મુજબૂત પિલર ગણાવ્યા હતા. મહેરબાની કરીને શું કોઈ આ પત્ર જયશંકરને બતાવશો ખરા?
મેનનની ઓટોબાયોગ્રાફી નારાયણી બસુએ લખી છે. જયશંકરે ઘણા ટ્વીટ પણ કર્યા હતા. તેમણે લખ્યું કે, ‘પુસ્તકથી મને ખબર પડી કે નહેરુએ કેબિનેટની શરૂઆતની યાદીમાંથી સરદારનું નામ બહાર કરી દીધું હતું. દેખીતું છે કે આ મુદ્દા પર ચર્ચા થવી જોઈએ. પટેલના મેનન અને નહેરુના મેનનમાં અંતર જોવા મળે છે. સાચ્ચે જ એક ઐતિહાસિક વ્યક્તિત્વ સાથે ન્યાય થયો. લેખિકાને તથ્ય સામે લાવવા માટે ઘણી મહેનત કરવી પડી હશે.