વેલેન્ટાઈન્સ ડે સ્પેશીયલ: VHP અને બજરંગ દળની ચેતવણી પત્રિકા વાઈરલ
અમદાવાદ
વેલેન્ટાઈન્સ ડેને પગલે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના નામે પત્રિકા વાઈરલ થઈ છે. આ પત્રિકાઓમાં હિન્દુ યુવક અને યુવતીઓના માતા-પિતાને અપીલ કરવામાં આવી છે કે, 14 ફેબ્રુઆરીના રોજ વેલેન્ટાઈન્સ ડેના નામે હિન્દુ સમાજમાં હિન્દુ વિરોધી તાકાતો દ્વારા વેસ્ટર્ન કલ્ચરનું પાપ ઘુસાડવાનું ષડયંત્ર કરવામાં આવે છે. જેથી વેલેન્ટાઈન્સ ડેના નામે વિધર્મી યુવકો દ્વારા હિન્દુ નામ ધારણ કરી હિન્દુ દીકરીઓને લવ જેહાદના ષડયંત્રમાં ફસાવવાનું કૃત્ય કરે છે તેનો અમે વિરોધ કરીએ છીએ અને માતા-પિતાઓને નમ્ર અપીલ છે કે, પોતાની દીકરીઓ ખોટા ષડયંત્રમાં ન ફસાય તેની પુરતી કાળજી રાખે. જો કે અમે પ્રેમના વિરોધમાં નથી.