ટેલિકોમ કંપનીઓએ આજે રાતે 12 વાગ્યા સુધીમાં 1.47 લાખ કરોડ ચૂકવવા આદેશ
નવી દિલ્હી :
સુપ્રીમ કોર્ટના ઓર્ડર બાદ ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ(DoT)એ ટેલિકોમ કંપનીઓને કહ્યું છે કે, તે આજે રાત્કે 11.59 કલાક સુધીમાં AGR(એડજસ્ટેડ ગ્રોસ રેવન્યૂ) બાકીનું ચૂકવણું કરે. બાકી ચૂકવણીને લઈને વોડા આઈડિયા અને એરટેલ જેવી કંપનીઓ સુપ્રીમ કોર્ટ પહોંચી, જેના પર કોર્ટે રોક લગાવી દીધી. કોર્ટના નિર્ણય બાદ DoTએ અચાનક આ આદેશ જાહેર કર્યો છે.
DoT આ ટેલિકોમ કંપનીઓને ઝોન અને સર્કલ આધારિત બાકી નોટિસ મોકલી રહી છે. આ જાણકારી ન્યૂઝ એજન્સી પીટીઆઈએ આપી છે. યૂપી વેસ્ટ ટેલિકોમ સર્કલે પણ તમામ બાકીદારો પાસેથી 11.59 વાગ્યા સુધીમાં ચૂકવવા આદેશ આપ્યો છે. ટેલિકોમ કંપનીઓ પર લગભગ 1.47 લાખ કરોડમાં 92,642 કરોડ લાઈસન્સ ફી છે અને બાકીના 55,054 કરોડ રૂપિયા સ્પેક્ટ્રમ ચાર્જ છે.