ગાંધીનગરગુજરાત

DyCMની મોટી જાહેરાત, LRD ભરતીમાં 62.5% મેળવેલ તમામ જ્ઞાતિઓની મહિલાઓની ભરતી કરાશે.

ગાંધીનગર :

DyCMની મોટી જાહેરાત, LRD ભરતીમાં 62.5% મેળવેલ તમામ જ્ઞાતિઓની મહિલાઓની ભરતી કરાશે. સરકારે અનામત બાબતે નિર્ણય જાહેર કર્યો. કુલ જગ્યાઓ વધારીને સર્વ જ્ઞાતિને કોઈ તકલીફ ના થાય તે બાબતે નિર્ણય લીધો સરકારે કોઈ જી.આર. રદ નથી કર્યો. sc માં ૩૪૬ ની જગ્યાએ ૫૮૮ જગ્યા ભરાશે ૧/૮/૨૦૧૮ ના જી આર ને લઈ ને કોઈ નિર્ણય લીધો નથી. બક્ષીપંચ માં ૧૭૩૪ની જગ્યાએ ૩૨૨૮ની ભરતી થશે. આદિવાસી ૪૭૬ ને જગ્યાએ ૫૨૭ ભરાશે. આમ કુલ ૫૨૨૭ જગ્યાઓ ભરાશે. સરકારે વોટ બેંક ખાતર જો બંધારણ પ્રમાણે ચાલે તો વોટ બેન્કને નુકશાન થાય. બિન અનામત ની માંગણી હતી કે અમને વિશ્વાસ માં રાખી જી આર માં કોઈ સુધારો કરો. એટલે મોટેભાગે બિન અનામત વિભાગની માંગણી સચવાઈ છે. બીજા રાજ્યોમાં જૂના જી આર રદ કરેલા છે. એલ.આર. ડી માં જો આટલી જગ્યા હતી તો પહેલા જાહેર ના કેમ કરી. છોકરાઓને પણ અન્યાય થાય છે. છોકરાઓ પણ મહિલાઓ ની જેમ પોતાની સીટ વધારવા માંગે છે. આં આંદોલન કરો અને પરીક્ષાઓ લઈ જાઉં તેવી સરકાર ની નીતિ રહી છે. આમ સરકાર પાસે સીટો વધારવા સિવાય બીજું કોઈ નિરાકરણ નહોતું. કાયદાકીય અભ્યાસ કરીને હજુ પણ કોઈ ગુચ્છ હશે તો કાઢવામાં આવશે. બિન અનામત ના રાજ શેખાવત અને પ્રવીણ પટેલ દ્વારા આં નિર્ણયને આવકારવામાં આવ્યો. ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી એ પણ આં નિર્ણયને આવકાર્યો છે. જ્યારે અનામત આંદોલનની બહેનો માત્ર પરિપત્ર રદ કરવાની માંગણી સાથે આં નિર્ણય ને લોલીપોપ ગણાવી છે અને સરકારે વોટબેંકની જાળવણી કરવા આવો નિર્ણય લીધો છે તેમજ બિન અનામત વર્ગને ખુશ કરવા તેમના મળતીયાઓને વચ્ચે રાખી આવો નિર્ણય લીધો છે જે અમને અન્યાય કરતા છે તેવા આક્ષેપ કર્યા છે. ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે અત્યારે અફડાતફડીનો માહોલ છે. પોલીસનો બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે. ધરપકડ વહોર્વાના મૂળમાં પોલીસ છે. કોંગ્રેસના નૌશાદ સોલંકીએ જણાવ્યું કે પહેલા પોલીસ અમારા જેવા કોંગ્રેસના નેતાઓને ગોળીઓ મારે પછી આ દીકરીઓની ધરપકડ કરે.આં કોંગ્રેસ બિલકુલ લડાયક મૂડમાં આવી ગઈ છે .

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x