આંતરરાષ્ટ્રીયગાંધીનગરગુજરાતરાષ્ટ્રીય

વડા પ્રધાન મોદી કરશે મોટેરા ક્રિકેટ સ્ટેડિયમનું ઉદ્ઘાટન

અમદાવાદ
દુનિયાભરની નજર અમદાવાદના મોટેરામાં નિર્માણ પામેલા દુનિયાના સૌથી મોટા ક્રિકેટ ગ્રાઉન્ડ પર છે. આ સ્ટેડિયમ અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પને આવકારવા થનગની રહ્યું છે. સ્ટેડિયમને દુલ્હનની જેમ સજવવામાં આવી રહ્યું છે. આ સમયે જ ડૉનાલ્ડ ટ્રમ્પ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આ સ્ટેડિયમનું ઉદ્ઘાટન કરવામાં આવશે. હવે સ્ટેડિયમને લઈને એક મોટો નિર્ણય લેવાયો છે.
અમેરિકાનાં રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ 24મી તારીખ અમદાવાદ પધારી રહ્યાં છે. ડોનાલ્ડ ટ્રમ્પ અને પીએમ મોદી મોટેરા સ્ટેડિયમનું ઉદ્ધાટન કરવાનાં છે. આ પહેલા જ આજે અમદાવાદ મ્યુનિશિપલ કોર્પોરેશન દ્વારા મોટેરા સ્ટેડિયમને બિલ્ડિંગ યુઝ પરમિશન આપી દેવામાં આવી છે. મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા દ્વારા પ્રેસ કોન્ફ્રન્સ યોજવામાં આવી હતી. જેમાં કમિશનરે જણાવ્યું હતું કે, મોટેરા સ્ટેડિયમને વિશ્વની અગ્રણી કંપનીએ ડિઝાઇન કર્યું છે. મોટેરા સ્ટેડિયમનું 64 એકરમાં બાંધકામ કરવમાં આવ્યું છે. સાથે જ સ્ટેડિયમમાં પીવાના પાણીની લાઈન નાખવામાં આવી છે. તેમજ વરસાદી પાણીનો ઉપયોગ થઇ શકે તે માટે અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. 125 જેટલા હાઈડ્રેડ પોઇન્ટ મુકવામાં આવ્યા છે.
64 એકર જમીનમાં બાંધવામાં આવેલા આ સ્ટેડિયમમાં 700 કરોડ રૂપિયા ખર્ચ થયો છે. આ સ્ટેડિયમમાં એક સાથે 1 લાખ 10 હજાર લોકો એકસાથે બેસી શકે છે. આ સ્ટેડિયમનું ઉદઘાટન થયા બાદ ક્રિકેટ જગતને અમદાવાદ તરફથી એક નવો નજારો મળશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x