ગાંધીનગરગુજરાત

રૂપાણી કેબિનેટનો મોટો નિર્ણય- 3 શહેરોમાં બનશે મેડિકલ કોલેજ

ગાંધીનગર
રાજ્યમાં દર બુધવારે ગાંધીનગર ખાતે રાજ્ય સરકારની કેબિનેટ મીટિંગ યોજાતી હોય છે. જેમાં અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવતા હોય છે. આજે પણ ગાંધીનગરમાં કેબિનેટ મીટિંગ યોજાઈ હતી જેમાં એક એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત સરકારે રાજ્યમાં 3 મોટા શહેરોમાં નવી મેડિકલ કોલેજ બનાવવાની જાહેરાત કરી છે. જેના માટે કેન્દ્ર સરકારે 195 કરોડ રૂપિયા ફાળવ્યા હોવાનું સામે આવ્યું છે.
રાજ્યના ડેપ્યૂટી સીએમ નીતિન પટેલે કેબિનેટ મીટિંગ પુરી થયા બાદ એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ કોન્ફરન્સમાં નીતિન પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં ત્રણ શહેરોમાં નવી સરકારી મેડિકલ કોલેજને મંજૂરી મળી ગઈ છે. જેને પગલે ત્રણ શહેરોમાં નવી સરકારી મેડિકલ કોલેજો બનાવવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે, આ સિવાય રાજ્યની તમામ સરકારી હોસ્પિટલમાં સુવિધા વધાવમાં આવશે. ડેપ્યૂટી સીએમ નીતિન પટેલે ઉમેર્યું હતું કે, રાજ્યમાં 3 મોટા શહેરોમાં નવી મેડિકલ કોલેજ બનાવવાની જાહેરાત કરી છે. જેના માટે કેન્દ્ર સરકારે 195 કરોડ રૂપિયા ફાળવ્યા હોવાનું સામે આવ્યું છે. જેના પગલે ત્રણે કોલેજો માટે સરકારે જમીન ફાળવી છે. નર્મદાના રાજપીપળા, પોરબંદર અને નવસારીમાં મેડિકલ કોલેજને મંજૂરી મળી ગઈ છે. આ સિવાય મેડિકલ કોલેજ, હોસ્ટેલ માટે પણ જમીનની ફાળવણી કરવામાં આવી છે. જેના કારણે આગામી વર્ષે જ નવી મેડિકલ કોલેજ ખોલવાના પ્રયાસો કરાશે. કેન્દ્ર સરકારે અપગ્રેડેશન માટે પણ રૂપિયા મંજૂર કર્યા હોવાની વાત કરી હતી.
નિતિન પટેલે વધુમાં જણાવ્યું કે, સરકારી હોસ્પિટલોમાં નવા સુધારા વધારા પણ કરવામાં આવશે. એટલે કે સરકારી હોસ્પિટલોમાં લોકોને સારી સુવિધા મળી રહે તે માટે તેને અપગ્રેડ કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે. આ સિવાય શાહપુરમાં એક સરકારી ચિલ્ડ્રન હોસ્પિટલ માટે પણ જમીનની ફાળવણી કરવામાં આવી છે. આ તમામ કોલેજો આગામી વર્ષે જ કુલી જાય તેવા સરકારના પ્રયત્નો રહેશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x