આધારકાર્ડને પાનકાર્ડ સાથે જોડવાની તારીખ ૩૧ માર્ચ ૨૦૨૦ ના રોજ થાય છે સમાપ્ત
નવી દિલ્હી
સરકારે આધારકાર્ડને પાનકાર્ડ સાથે જોડવાનું ફરજિયાત બનાવ્યું છે. દેશમાં 30.75 કરોડથી વધુ પાન ધારકો છે. જો કે, 27 જાન્યુઆરી 2020 સુધી, 17.58 કરોડ પાન ધારકોએ પાન સાથે આધારકાર્ડ જોડ્યું ન હતું. તેની અંતિમ તારીખ 31 માર્ચ 2020 ના રોજ સમાપ્ત થાય છે. તેથી જ આવકવેરા વિભાગે ચેતવણી આપી છે કે આ વર્ષે 31 માર્ચ સુધી, જો તમે તમારા આધારકાર્ડને પાનકાર્ડ સાથે જોડ્યા નથી, તો તમને પાનકાર્ડ સાથે જોડાયેલા કેટલાક કામ અટકી શકે છે અને પાનકાર્ડ પણ રદ થઈ શકે છે. કારણ કે આધાર-પાન લિંક માટેની તારીખઘણી વખત આગળ વધારવામાં આવી છે. હવે આ માટેની છેલ્લી તારીખ 31 માર્ચ છે, ત્યારબાદ પાન અન-ઓપરેટિવ બની જશે. એટલે કે તમારે આ કામ આગામી 45 દિવસમાં પૂર્ણ કરવું પડશે.
ઇનકમટેક્સ વિભાગ કહે છે કે આધાર-પાન લિંક માટે તારીખ ઘણી વખત લંબાવી દેવામાં આવી છે અને હવે આ માટેની છેલ્લી તારીખ 31 માર્ચ છે, ત્યારબાદ પાન અન-ઓપરેટિવ થઇ જશે. સામાન્ય રીતે આવકવેરા રીટર્ન ભરવા માટે પાન કાર્ડ જરૂરી છે. આવી સ્થિતિમાં, વિભાગનું કહેવું છે કે, જો બંને દસ્તાવેજો જોડાયેલા નહીં હોય તો લોકોને કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. છતાં બંને દસ્તાવેજો 31 માર્ચ પછી પણ જોડી શકાશે. પરંતુ આ તારીખ બાદ પાનને આધારથી લિંક કરવા પર તે દિવસથી સામાન્ય માનવામાં આવશે જે દિવસે તેને લિંક કરવામાં આવશે.
ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટે તેની વેબસાઇટ પર આધાર પાન લિંક કરવાની ઓનલાઇન સુવિધા આપી છે. સાથે જ જો કોઇ એવું જોવા માંગે કે તેનુ આધાર અને પાન લિંક થયું છે કે નહીં તો તેને પણ સહેલાઇથી ઓનલાઇન જોઇ શકે છે. ઇનકમ ટેક્સ એક્ટના સેક્શન 139AAના ક્લોજ 31 મુજબ નોટિફાઇડ તારીખ બાદ આધાર કાર્ડ રાખનારા લોકોને પર્મેનેન્ટ એકાઉન્ટ નંબર ઇનઓપરેટિવ કરી દેવામાં આવશે. આ સંશોધન 1 સપ્ટેમ્બર 2019થી પ્રભાવી થઇ ચૂક્યું છે. એવામાં જો કોઇ પાન કાર્ડને આધાર કાર્ડથી લિંક કરવામાં આવતું નથી તો પાન કાર્ડને બેકાર થઇ જશે.