મેયરે જવાબ રજુ નહીં કરતાં ૧૩ ઓકટોબરની મુદ્દત પડી
જો કે નોટિસની પંદર દિવસની મુદત પુરી થવા છતાં મેયર દ્વારા કોંગ્રેસને કોઈ ખુલાસો કરવામાં આવ્યો નહોતો. ત્યારબાદ કોંગ્રેસ દ્વારા અવારનવાર પ્રવિણ પટેલ ઉપર હુમલાઓ પણ કરવામાં આવ્યા હતા અને છેવટે કંટાળીને મેયરે પોલીસ રક્ષણ મેળવવાની ફરજ પડી હતી.
ત્યારે ગાંધીનગર મહાનગરપાલિકાના વિરોધપક્ષના પૂર્વ નેતા અને વોર્ડ નં.ર ના કોર્પોરેટર શૈલેન્દ્રસિંહ બિહોલાએ સચિવાલય સ્થિત નામોનિર્દિષ્ટ અધિકારી સમક્ષ પક્ષાંતરધારાની કલમ-૩ મુજબ પક્ષ પલટો કરનાર અને કોંગ્રેસના વ્હીપને ગ્રાહ્ય નહીં રાખનાર કોર્પોરેટર પ્રવિણ પટેલનું સભ્ય પદ રદ કરવા માટે પીટીશન દાખલ કરી હતી. જેની સુનાવણી આજે યોજાઈ હતી.
પરંતુ મેયરના વકીલ દ્વારા કોઈ જવાબ રજૂ કરવામાં આવ્યો નહોતો. જેથી શૈલેન્દ્રસિંહે આ બાબતનો વિરોધ નોંધાવ્યો હતો. ત્યારે નામોનિર્દિષ્ટ અધિકારી વી.પી.પટેલે આગામી તા.૧૩ ઓકટોબરે મુદત આપી છે અને મેયરને જવાબ રજૂ કરવા સૂચના પણ આપી છે.