સિવિલમાં ડાયાબિટીસની દવાઓ જ નથી
ગાંધીનગર,
એનએબીએચ પ્રમાણિત ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મેડિકલ કોલેજ થવાના કારણે દર્દીઓની સંખ્યા તો વધી છે પરંતુ હજી પણ સિવિલમાં અંધેર વહિવટ ચાલી રહ્યો છે. એક્સ-રે મશીન વારંવાર બંધ થઇ જાય છે તો સીટીસ્કેન મશીન છેલ્લા સાત મહિનાથી ડેડ છે.

લેબોરેટરીમાં રીપોર્ટ બદલાય જાય છે. છેલ્લા બે દિવસથી સિવિલમાં ડાયાબિટીસની દવા જ નથી અને હજી પણ દવા આવતાં બે દિવસ લાગશે તેવું આશ્વાસન આપવામાં આવે છે. ત્યારે દવાના અભાવે હાલ દર્દીઓને ધર્મના ધક્કા પડી રહ્યાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે સિવિલ સંકુલમાં ગાંધી જયંતિથી જનરીક દવાઓનો સ્ટોલ શરૃ થશે.