ગાંધીનગરગુજરાત

નમસ્તે ટ્રમ્પ: એન્ટ્રી મામલે આમને-સામને આવી દિલ્હી-ગુજરાત પોલીસ

અમદાવાદ
આવતીકાલે અમદાવાદમાં વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ મોટેરામાં ડોનાલ્ડ ટ્રમ્પ અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી નમસ્તે કાર્યક્રમ થવા જઈ રહ્યો છે. આ તમામ કાર્યક્રમને તંત્ર દ્વારા આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. જેથી સ્ટેડિયમની આસપાસના તમામ વિસ્તારોમાં અને ગેટ ઉપર પોલીસને બંદોબસ્ત આપી દેવામાં આવ્યો છે. જો કે જેની પાસે અંદર જવાના પાસ હોય તે લોકોને જ એન્ટ્રી આપવામાં આવી રહી છે. ત્યારે દિલ્હી પોલીસ પાસે પાસ ન હોવાના કારણે તેમને અંદર એન્ટ્રી આપવામાં આવી ન હતી, જેના કારણે દિલ્હી પોલીસ અને ગુજરાત પોલીસના અધિકારીઓ સામસામે આવી ગયા હતા. આખરે આ મામલે ઉચ્ચ પોલીસ અધિકારીઓએ વચ્ચે દલીલ કરતા મામલો થાળે પડ્યો હતો.
આ અંગે પ્રાપ્ત થતી માહિતી અનુસાર, જ્યારે દિલ્હી પોલીસ ગેટ નંબર 3માંથી અંદર પ્રવેશ કરી રહી હતી, ત્યારે તેમની પાસે પાસ ન હતા. જેથી તેઓને ગુજરાત પોલીસે રોકયા હતા અને તેઓને અંદર પ્રવેશ આપવામાં આવ્યો ન હતો. જેના કારણે દિલ્હી પોલીસ ઉશ્કેરાઇ ગઇ હતી અને સામસામે આવી ગયા હતા પરંતુ ગેટ નંબર 3 પર રહેલ ઉચ્ચ અધિકારીએ વચ્ચે આવતા મામલો શાંત પાડયો હતો.
ઉલ્લેખનીય છે કે, આજે સવારે ગૃહ મંત્રાલયના કર્મચારીઓને પણ પાસ વગર પ્રવેશ આપવામાં આવ્યો ન હતો. મહત્વનું છે કે, જ્યારે 24 ફેબ્રુઆરીના રોજ નમસ્તે કાર્યક્રમની અંદર શરૂ થશે ત્યારે પણ સતત હવાઈ માર્ગ દ્વારા હેલિકોપ્ટરથી પેટ્રોલિંગ ચાલુ છે, જે ચાલુ રાખવામાં આવશે અને જ્યાં સુધી ડોનાલ્ડ ટ્રમ્પ સ્ટેડિયમથી બહાર ના નીકળે ત્યાં સુધી એર પેટ્રોલિંગ રાખવામાં આવશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x