આંતરરાષ્ટ્રીયગુજરાત

કરોડો રુપિયાના ધુમાડે થતા ‘નમસ્તે ટ્રમ્પ‘ પહેલા ઓઢવમાં લાગ્યા વિરોધના પોસ્ટરો

અમદાવાદ
અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદની મુલાકાતે આવી રહ્યા છે. જેને લઇને શહેરમાં પુરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. તંત્ર અમદાવાદને વિકાસનું મોડલ બનાવીને ટ્રમ્પને ખોટા દેખાડાઓ કરવાની તૈયારીઓ કરી રહી છે. શહેરનાં તુટેલા રસ્તાઓ તાત્કાલિક 100 કરોડોનાં ખર્ચે નવા બનાવવામાં આવ્યાં છે. શહેરને દુલ્હનની જેમ શણગારવામાં આવી છે. તેમજ ટ્રમ્પને સારુ દેખાડવા માટે કરોડો રુપિયાનો ધુમાડો કરી નાંખ્યો છે. જેને લઇને અમદાવાદને રાતોરાત વિકાસનું મોડલ તૈયાર કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જેથી અમદાવાદનાં પૂર્વમાં ઓઢવમાં આવેલી ખારીકટ કેનાલ વર્ષોથી ગંદી અને પ્રદુષિત છે. જેને લઇને લાખો લોકો ગંભીર બિમારીનો પણ ભોગ બન્યા છે.
જેને લઇને ઓઢવમાં કોંગ્રેસનાં પ્રવકતા કપિલ દેસાઇએ બેનરો લગાવ્યા છે. બેનરોમાં લખ્યુ છે કે, ડેનાલ્ડ ટ્રમ્પ સાહેબનું હાર્દિક સ્વાગત સાથે ખાસ વિનંતી કરીએ છીએ. એકવાર અમારી ખારીકટ કેનાલની મુલાકાત જરુર લેજો. ખારીકટ કેનાલમાં પ્રદષણ ફેલાવતા કેમીકલ છોડવામાં આવે છે. અને ગંદકી ફેલાવવામાં આવે છે. તેના લીધે આસપાસ રહેતા લાખો લોકો ગંભીર બિમારીનો ભોગ બને છે. જો આપ અહીં પધારશો તો સરકાર અમારી ખારીકટ કેનાલને તાત્કાલિક ધારણે આપના માટે સ્વચ્છ કરી નાખશે.
ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદમાં જે રસ્તાઓ પરથી પ્રસાર થવાના છે તે રસ્તાઓનું નવીનીકરણ કરવામાં આવ્યુ છે. તેમજ ઝુંપડપટ્ટીઓ દેખાય નહીં જેથી દીવાલો ચણવામાં આવી છે. જેથી કોંગ્રેસના પ્રવકતા કપિલ દેસાઇએ બેનરો લગાવીને જણાવ્યુ કે સરકાર ટ્રમ્પ માટે રસ્તાઓ બનાવીને નવીનીકરણ કરે છે. તો અમારા વિસ્તારમાં ટ્રમ્પ મુલાકાત લે તો ખારીકટ કેનાલ તાત્કાલિક સ્વચ્છ કરાવવામાં આવે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x