દિલ્હી હિંસા: પોલીસને ફાટકાર લગાવનાર જજની રાતોરાત બદલી, ઉઠ્યા સવાલ
ન્યાયતંત્ર સ્વતંત્ર છે એ ફક્ત વાતો…!!?
નવી દિલ્હી
દેશની રાજધાનીના ઉત્તર-પૂર્વ દિલ્હીમાં ફાટી નીકળેલી હિંસામાં અત્યાર સુધીમાં 28 લોકો મોતને ભેટ્યા છે, ત્યારે આ મામલે બુધવારે સુનાવણી દરમિયાન પોલીસને ફટકાર લગાવનાર દિલ્હી હાઈકોર્ટના જજ જસ્ટિસ એસ મુરલીધરની મોડી રાત્રે બદલી કરવામાં આવી છે. જેના પર કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી ભડક્યા હતા અને જજની ટ્રાન્સફરને લઈને કેન્દ્ર સરકારના નીતિ પર સવાલ ઉઠાવ્યા હતા.
પ્રિયંકા ગાંધીએ ગુરુવારે ટ્વીટ કરીને જણાવ્યું કે, મોડી રાત્રે જસ્ટિસ મુરલીધરની બદલીથી હૈરાની થઈ છે. સરકાર ન્યાયતંત્રનું મોં બંધ કરવા માંગે છે. જણાવી દઈએ કે, જસ્ટિસ મુરલીધરને પંજાબ એન્ડ હરિયાણા હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવી છે.
કેન્દ્રીય કાનૂન મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલ નોટિફિકેશનમાં CJI એસએ બોબડેની સલાહ પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દિલ્હી હાઈકોર્ટના જજ જસ્ટિસ એસ મુરલીધરને પંજાબ એન્ડ હરિયાણા હાઈકોર્ટમાં ટ્રાન્સફર કર્યા છે. નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે, રાષ્ટ્રપતિએ જસ્ટિસ મુરલીધરને પંજાબ એન્ડ હરિયાણા હાઈકોર્ટમાં જજનું પદ સંભાળવાનો આદેશ આપ્યો છે.