ગુજરાતમાં કોરોના વાયરસની એન્ટ્રી, સુરત અને રાજકોટમાં કુલ બે કેસ પોઝેટીવ.
અમદાવાદઃ
કોરોના વાયરસ ચીનથી શરૂ થઈને સમગ્ર વિશ્વના દેશોમાં પ્રસરી રહ્યો છે. ત્યારે ભારતમાં પણ ધીમે ધીમે કોરોના વાયરસના કેસ વધતા જાય છે. અને હવે ગુજરાતમાં પણ કોરોના વાયરસની એન્ટ્રી થઈ ગઈ છે. ગુજરાતમાં બે કેસ પોઝિટીવ નોંધાયા છે. ગુજરાતના સુરત અને રાજકોટમાં કોરોના વાયરસના બે કેસ પોઝેટીવ નોંધાયા છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં બે કેસ પોઝેટીવ આવતાની સાથે લોકોમાં ભયનો માહોલ વર્તાય એ સ્વાભાવિક છે.
આ અંગે રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે ટ્વિટ કર્યું કે, રાજકોટ અને સુરતના બે શંકાસ્પદ કેસ પોઝિટીવ આવ્યો છે. અમારી ટીમ ક્વોરેન્ટાઈન સહિતના જરૂરી પગલાંઓ ભરી રહી છે. આ અંગે રાજ્યના અગ્ર આરોગ્ય સચિવ જયંતી રવિએ સત્તાવાર જાહેરાત કરી છે.
હાલ બન્ને દર્દીઓની હાલત સ્થિર છે. સુરતની યુવતી ન્યૂયોર્કથી આવી હતી જ્યારે રાજકોટનો યુવક મક્કા મદીનાથી આવ્યો હતો. જ્યારે આ અંગે રાજ્યના આરોગ્યમંત્રી નીતિન પટેલે પણ જાહેરાત કરી હતી કે, રાજ્યમાં કોરોનાના બે પોઝિટીવ કેસ નોંધાયા છે.
રાજકોટના શહેરના જંગલેશ્વર વિસ્તારમાં રહેતા અને મક્કાથી આવેલા યુવાનના સેમ્પલ જામનગર લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. પરંતુ ત્યાંનો રિપોર્ટ વધુ શંકાસ્પદ આવતાં સેમ્પલ પુનાની લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા હતા. તંત્રએ પહેલેથી જ પોઝિટીવ કેસ માનીને તકેદારીના ભાગરૂપે યુવાનના પરિવારજનો અને અંગત મળી કુલ 17 લોકોને કવોરેન્ટાઇન કરી પથિકાશ્રમ ખાતે ખસેડી દીધા હતા. જેને લઇને આરોગ્ય વિભાગમાં ઉચાટ જોવા મળ્યો હતો
ગુજરાત સરકારે કોરોના વાયરસ સામે તકેદારીના ભાગરૂપે સ્કૂલ કોલેજો, સ્વિમિંગ પુલ, સિનેમા ઘરો બંધ રાખવાનો આદેશ કર્યો છે. જ્યારે ધાર્મિક સ્થળોને પણ અપીલ કરી છે કે, તેઓ એવા જાહેરકાર્યક્રમો ન યોજે જ્યાં વધારે ભીડભાડ એકઠી થાય.
વિશ્વ આરોગ્ય સંસ્થા WHO દ્વારા વૈશ્વિક મહામારી તરીકે જાહેર થયેલા કોરોના વાઇરસ અત્યાર સુધી વિષના 140 દેશોમાં પોહચી ગયો છે. ભારત માં પણ અત્યાર સુધીમાં 167 પોઝિટીવ કેસ નોંધાયા છે.ત્યારે હવે ગુજરાત માં પણ બે પોઝિટીવ કેસ નોંધાય ગયા છે. રાજકોટ અને સુરતમાં એક એક કેસ એ પોઝિટીવ નોંધાયો છે.
જો રાજકોટના કેસની વાત કરવામાં આવે તો 32 વષર્ના પુરુષ જે મદીનાથી સાઉદી અરેબીયા થઇ મુંબઇ આવેલ હતા. જેમાં કોરોના વાઇરસના લક્ષણ દેખાતા 17 માર્ચના રોજ તેમને રાજકોટ ની પીંડીયું મેડિકલ કોલેજમા દાખલ કરવામાં આવ્યા હતા.જ્યાં તેમના સેમ્પલ લઇ જામનગર ની એમ.પી.શાહ મેડિકલ કોલેજની લેબમાં મોકલવા આવ્યા હતા. જેનો પોઝિટીવ રિપોર્ટ આજે આવ્યો હતો. તો આ સાથે જ દર્દીના સંપર્ક માં આવતા 15 લોકોને તાત્કાલિક કોરોન્ટાઇન કરવામાં આવેલા છે.
તો સુરતના રહીશ 21 વષર્ના મહિલા જે લંડન ખાતે અભ્યાસ કરતા હતા. લંડનથી મુંબઇ આલીને ત્યાંથી સુરત ખાતે આવ્યા હતા. 6 માર્ચના રોજ ઉધરસ, ખાંસી અને તાવની તકલીફ થતાં સુરત સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. જયાં તેઓની વિગતવાર તપાસ હાથ ધરતાં તેઓના લક્ષણો કોરોના વાયરસ રોગને મળવતા આવતાં ત્વરીત આ સેમ્પલ બી.જ.મેડીકલ કોલેજ અમદાવાદ ખાતે તપાસ માટે મોકલવામાં આવેલા. અને કોરોના વાયરસ પોઝિટીવ જણાયેલ છે. તે ધ્યાને લઇ રાજય સરકારે તેઓના સંપકર્માં આવેલ 9 વ્યક્તિઓ ને તાત્કાલિક કોરોન્ટાઇન કરવામાંઆવેલ છે.
તો આ સાથે જ ગુજરાત માં બે પોઝિટીવ કેસ નોંધાયા છે.અત્યાર સુધીમાં રાજ્યમાં 150 શંકાસ્પદ કેસોના સેમ્પલ લેવામાં આવ્યા હતા.જેમાંથી 123 સેમ્પલ એ નેગેટિવ આવ્યા છે.જ્યારે 2 સેમ્પલ એ પોઝિટીવ આવ્યા છે.તો 25 સેમ્પલ ના રિપોર્ટ હજુ પણ આવના બાકી છે.