coronavirus effect: ગુજરાતના ચાર શહેર આંશિક બંધ, 25 માર્ચ સુધી કઈ કઈ સેવા ચાલુ રહશે ?
ગાંધીનગર :
ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટીવ કેસ વધવા લાગ્યા છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા સાવચેતીના ભાગરૂપે ગુજરાતના ચાર મહાનગરો અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરાને આંશિક બંધ કરવામાં આવ્યા છે.
કોરોના વાયરસની (coronavirus) અસરોને પહોંચી વળવા તેમજ રોગ અટકાયત અને નિયંત્રણની કામગીરી કાયદાકીય રીતે ત્વરિત હાથ ધરી શકાય તે હેતુસર એપેડેમિક ડીસીઝ એક્ટ 1897 હેઠળ “ધ ગુજરાત એપેડેમિક રેગ્યુલેશન, 2020” લાગુ કરવામાં આવેલ છે. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારોમાં માત્ર જીવન જરૂરી આવશ્યક સેવાઓ જ 25 માર્ચ સુધી ચાલુ રાખવાની રહેશે.
તમામ સરકારી અને મ્યુનિસિપલ કોર્પોરેશન પંચાયત સેવાઓ દૂધ-શાકભાજી, ફળ-ફળાદી, કરીયાણું, પ્રોવીઝનલ સ્ટોર, મેડીકલ સ્ટોર, દવાખાના/હોસ્પિટલ, લેબોરેટરી, દવા/મેડીકલ સાધનોની ઉત્પાદક કંપની તથા તેમના રીસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ સેન્ટર્સ, ફાર્મસી, આરોગ્યલક્ષી સેવાઓ.
વીજળી અંગેની સેવાઓ, વીમા કંપની, ઈન્ટરનેટ ટેલિફોન તથા આઈ.ટી. અને આઈ.ટી. સંબંધિત સેવાઓ રેલવે અને ટ્રાન્સપોર્ટેશન સેવા, મીડીયા-સમાચાર પત્રો, પેટ્રોલપંપ, પાણી પુરવઠો તથા ગટરવ્યવસ્થા તંત્ર બેંક/એ.ટી.એમ. બેંકનું ક્લીયરીંગ હાઉસ, સ્ટોક એક્સચેન્જ તમામ આવશ્યક વસ્તુઓના ગોડાઉન તથા અન્ય અતિ આવશ્યક સેવાઓ.
ખાદ્ય પદાર્થો તથા ખાદ્ય સામગ્રી, દવાઓ, પેસ્ટન્ટ્રોલ અને અન્ય આવશ્યક સેવાઓના ઉત્પાદન, પરિવહન અને પુરવઠા વ્યવસ્થા અને તેને લગતું ઈ-કોમર્સ જો જાહેરનામાના ભંગ બદલ સંબંધિતોની સામે “ધ ગુજરાત એપેડેમિક રેગ્યુલેશન, 2020” અન્વયે કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.