ગાંધીનગરગુજરાત

કોરોનાનો કહેરને લઇ ગુજરાતના આ 6 જિલ્લા 31 માર્ચ સુધી રહેશે બંધ, સરકારના પ્રજાલક્ષી 10 મોટા નિર્ણય

ગાંધીનગર :
કોરોના વાયરસના કારણે ગુજરાત સરકાર સજ્જ છે. અત્યાર સુધીમાં સરકારે પ્રજાલક્ષી 10 મોટા નિર્ણય લીધા છે. ત્યારે હાલ ગુજરાતના 6 જિલ્લા અમદાવાદ, રાજકોટ, ગાંધીનગર, સુરત, વડોદરા અને કચ્છ 31 માર્ચ સુધી બંધ રહેશે. આ સિવાય પણ અન્ય કેટલાક સરકાર દ્વારા નિર્ણયો લેવામાં આવ્યા છે. મહત્વનું છે કે, પ્રધાનમંત્રીની અપીલ બાદ રવિવારે જનતા કર્ફ્યૂને સારો પ્રતિસાદ મળ્યો છે.

રાજ્ય સરકારના કેટલાક મોટા નિર્ણય
જ્યાં કોરોનાનો દર્દી છે તે જિલ્લો લોકડાઉન
શહેરોમાં ST અને સીટી બસ સેવા બંધ
કોરોના પગલે સમગ્ર દેશ સતર્ક થયો છે ત્યારે રાજ્ય સરકારે જે જિલ્લામાં કોરોનાના દર્દીઓ મળ્યા તે તમામ જિલ્લાઓ લોકડાઉન કરાયા છે. અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત લોકડાઉન કરાયા છે. રાજકોટ અને કચ્છને પણ લોકડાઉન કરાયા છે. આ ઉપરાંત લોકડાઉન કરાયેલા શહેરોમાં ST અને સીટી બસ સેવા બંધ કરાઈ છે.

ગુજરાતમાં કોરન્ટાઈન કરેલા વ્યક્તિ બહાર દેખાશે તો તેની ધરપકડ કરવાનો પણ સરકારે નિર્ણય લીધો છે. જેથી અન્ય વ્યક્તિ કોરોનાની ઝપેટમાં ન આવે. આ ઉપરાંત સરકાર જે દર્દીઓ કોરોનાગ્રસ્ત છે તેના નામ જાહેર કરશે. જેથી દર્દીના સંપર્કમાં આવેલા વ્યક્તિનો તાત્કાલિક સંપર્ક થઈ શકે અને લોકો સામેથી જાણ કરે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કુલ 18 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી એક વ્યક્તિનું મોત થયું છે. આજે ગુજરાતમાં 5 નવા કેસ નોંધાયા છે. હોમ ક્વોરોન્ટાઇનની પ્રક્રિયામાં 6526 વ્યક્તિઓ છે. 6092 જેટલી વ્યક્તિ હોમ ક્વોરોન્ટાઇનમાં, અન્ય હોસ્પિટલોમાં રાખવામાં આવ્યા છે. 433 લોકોને ફોર્સ કરીને સરકારી હોસ્પિટલમાં ક્વોરોન્ટાઇન કરાયા હોમ ક્વોરોન્ટાઇનનું પાલન ન કરનાર સામે 10 ફરિયાદ નોંધાઇ છે. 1 માર્ચથી વિદેશ યાત્રા કરનાર 27 હજાર લોકોની યાદી મળી છે. આ અંગે જયંતિ રવિએ માહિતી આપી હતી.

લૉકડાઉન શું હોય છે?

લૉકડાઉન એટલે કોઈ શહેરમાં તમામ એકમો બંધ કરી દેવા
મહત્વના કામ વિના ઘર બહાર નીકળવા પર હોય છે પ્રતિબંધ
જીવનજરૂરી વસ્તુઓ લેવા માટે જ ઘર બહાર જઈ શકાય
અનાજ, ઔષધિ, હોસ્પિટલ, બેંક જેવા કાર્યો માટે જ બહાર નીકળી શકાય
સ્કૂલ, કોલેજ, જીમ, સ્વિમિંગ પુલ, થિયેટર, મોલ કરવામાં આવે છે બંધ
જાહેર સ્થળો, ગાર્ડન, મંદિર, પર્યટક સ્થળો કરવામાં આવે છે બંધ
ઓફિસોને પણ બંધ કરી દેવાનો લેવાય છે નિર્ણય
APMC માર્કેટ પણ બંધ કરી દેવામાં આવે છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x