ગાંધીનગરગુજરાત

સમગ્ર ગુજરાતમાં આજથી 31 માર્ચ સુધી લોકડાઉન, ચુસ્ત પણે અમલ કરાવવામાં આવશે : શિવાનંદ ઝા ડીજીપી

ગાંધીનગર : 

દેશમાં કોરોનાવાઈરસના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે લોકોએ કાળજી રાખવી અત્યંત જરૂરી બની છે. સરકાર અને પોલીસ તંત્રની વારંવાર વિનંતી છતાં લોકો કોરોનાની ગંભીરતા સમજ્યા વિના રસ્તા ઉપર આવીને કલમ 144 તેમજ લોક ડાઉનનો ભંગ કરી રહ્યા છે જેને લઈને મહારાષ્ટ્ર-પંજાબમાં કર્ફ્યૂ જાહેર કરી દેવામાં આવ્યો છે. સાથે જ ગુજરાતના રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, આજથી 31 તારીખ સુધી લોકડાઉન જાહેર કરવામાં આવે છે. જેનો ચુસ્ત પણે અમલ કરવામાં આવશે.પોલીસ આ લોકડાઉનને લઈને કડકાઈથી પાલન કરાવવાની સૂચના આપવામાં આવી છે.
કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને આદેશ આપ્યા છે કે લોકડાઉન વાળા સ્થળ પર તેનું કડક પાલન કરાવો. તેનું ઉલ્લંઘન કરનારાઓની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે. આ દરમિયાન પંજાબ, મહારાષ્ટ્ર અને પોન્ડીચેરીમાં કર્ફ્યુની જાહેરાત કરવામાં આવી છે. અહીં માત્ર જરૂરી સેવાઓ ચાલુ રહેશે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, લોકો કોરોનાને લઈને ગંભીર ન હોઈ તથા સરકારની સૂચનાનું પાલન કરતા ન હોઈ કર્ફ્યુ જાહેર કરવાની નોબત આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બીજી વખત અપીલ કરીને લોકોને જણાવ્યું હતું કે, લોકડાઉનને લોકો ગંભીરતાથી લે.કોરોના સંક્રમણ દેશના 23 રાજ્યોમાં પહોંચી ચુકયુ છે. સૌથી વધુ 89 મામલાઓ મહારાષ્ટ્ર અને બાદમાં કેરળમાં 67 સંક્રમિત મળ્યા છે. કોરોનાના 90 ટકા દર્દી હોસ્પિટલમાં દાખલ છે. માત્ર 7 ટકા મામલામાં રિકવરી થઈ છે. દેશ ધીરે-ધીરે લોકડાઉન તરફ આગળ વધી રહ્યો છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x