ગાંધીનગરગુજરાત

ભાવનગરમાં કોરોનાનો કહેર વરસ્યો, જેસર તાલુકાના ઉગલવાણ ગામના એક કેસ સહીત એક જ દિવસમાં 5 કોરોના પોઝિટિવ.

ભાવનગર :

ગુજરાતમાં ધીમે ધીમે કોરોના વાયરસનો પ્રકોપ વધતો જઈ રહ્યો છે. આજે કોરોનાને લઈને ગુજરાત માટે ચિંતાજનક સમાચાર મળી રહ્યા છે. આજે ભાવનગરમાં એક-બે નહીં, પણ સીધા પાંચ દર્દીઓનો કોરોનાનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. આજે ભાવનગરમાં એક સાથે પાંચ કોરોનાના નવા કેસ આવતા હાહાકાર મચી ગયો છે. ભાવનગરનાં વડવા રાણીકા જેવા ગીચ વિસ્તારમાં કેસ પોઝિટિવ આવતા સમગ્ર વિસ્તારમાં ચિંતા પ્રસરી ગઈ છે. સાથે સાથે ઘોઘારોડ શિશુવિહાર અને જેસરના કેસનો પણ રીપોર્ટ પોઝિટિવ આવ્યા છે.

રવિવારે રાજકોટ ગ્રામ્યમાં ગીર સોમનાથ અને પોરબંદરમાં પણ એક એક કેસ પોઝિટવ આવ્યા હતા. અમદાવાદ અને સુરતમા પણ રવિવારે એક એક કેસ પોઝિટિવ સામે આવ્યો હતો. આજના કુલ 5 કેસ સહિત રાજ્યમાં સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા 68 થઈ ગઈ છે. ભાવનગરમાં એક જ દિવસમાં 5 કોરોના પોઝિટિવના કેસમાં ચાર કેસ શહેરના અને એક કેસ જેસર તાલુકાનો છે. શહેરમાં નોંધાયેલા પોઝિટિવ કેસ 1થી 2 એરિયાના જ હોવાનું સ્પષ્ટ થયું છે. જેને પગલે હાલમાં ભાવનગરની એ બે એરિયા પર પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કોરોના વાયરસથી 68 લોકો સંક્રમિત થયા હોવાની માહિતી મળી રહી છે. જેમાં ભાવનગરમાં એક જ દિવસમાં કોરોનાના 5 કેસ અને રાજ્યમાં અત્યાર સુધી કોરોનાથી 5 લોકોના મોત થયા છે. આંકડાકીય રીતે વાત કરીએ તો, અમદાવાદમાં 22, ગાંધીનગર 9, વડોદરામાં 9 કેસ, રાજકોટમાં 9, સુરતમાં 8, ગીર સોમનાથમાં 2 કેસ, કચ્છ, મહેસાણા અને પોરબંદરમાં 1 – 1 કેસ નોંધાયા છે.

બીજી બાજુ આજે ભાવનગરમાં એકસાથે 5 દર્દીઓ પોઝિટીવ સામે આવતા 6 દિવસ પહેલા ભાવનગરમાં કોરોના વાઈરસથી એક દર્દીનું મોત નિપજ્યું હતું. અને શહેરના આ 4 લોકો મૃતકનાં સંપર્કમાં આવ્યાં હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. એકસાથે 5 પોઝિટિવ કેસ સામે આવતા 100થી વધુ લોકોને હોમ ક્વોરોન્ટાઈન કરવામાં આવશે.

અમદાવાદમાં 47 વર્ષના પુરુષનો નવો કેસ નોંધાયો હતો, દુર્ભાગ્યવશ આજે આ વ્યક્તિનું નિધન થયું છે. આ પુરુષમાં ડાયાબિટીસના લક્ષણો પણ જોવા મળ્યા હતા. આ ઉપરાંત અમદાવાદમાં 67 વર્ષના એક મહિલા પણ પોઝિટિવ જણાયા છે જેને લોકલ ટ્રાન્સમિશનથી ચેપ લાગ્યો હતો. આ ઉપરાંત 34 વર્ષના અમદાવાદના એક પુરુષને પણ કોરોના પોઝિટિવ જણાયો છે. આ યુવાનમાં મુંબઈની ટ્રાવેલ્સ હિસ્ટ્રી જણાઈ છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x