ગાંધીનગરગુજરાત

વિધાનસભા વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ મુખ્યમંત્રીશ્રીને લખ્યો પત્ર. જાણો શું કરી માંગ ?

ગાંધીનગર :

ગુજરાત વિધાનસભા વિપક્ષ નેતા શ્રી પરેશભાઇ ધાનાણીએ આજે મુખ્યમંત્રીશ્રીને પત્ર લખી માંગ કરી હતી કે સમગ્ર વિશ્વ, દેશ અને રાજ્યમાં નોવેલ કોરોના વાયરસ ફેલાયેલો છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ આ વાયરસને મહામારી જાહેર કરેલ છે. આજે વિશ્વના 199 ઉપરાંત દેશોમાં આ રોગ અતિ તીવ્રતાથી ફેલાઈ રહેલ છે, જેના કારણે હજારો લોકો મોતનો શિકાર બનેલ છે. આજે સમગ્ર ભારત સહિત ગુજરાત રાજ્યેમાં પણ કોરોના વાયરસના દર્દીઓની સંખ્યાતમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્‌યો છે. માન. વડાપ્રધાનશ્રી દ્વારા ગત તા. 22-3-2020ના રોજ દેશમાં જનતા કરફયુ લાગુ કરવામાં આવેલ, ત્યાર બાદ તા. 24-3-2020થી 21 દિવસ માટે સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવેલ છે. ત્રણ સપ્તાહ માટે લોકડાઉન જાહેર કરતા સુરક્ષાના કારણોસર રાજ્યની આવશ્યક સેવાઓ સિવાયની તમામ કચેરીઓ બંધ રાખવાનો સરકારશ્રી દ્વારા નિર્ણય કરવામાં આવેલ છે. લોકડાઉન જાહેર કર્યા બાદ પ્રજાને અનેક મુશ્કે્લીઓનો સામનો કરવો પડે છે, તેના ઉકેલ માટે સરકારે પૂરતા પ્રયત્નો્ કરવા જોઈએ. કેન્દ્ર અને રાજ્ય સરકાર નોવેલ કોરોના વાયરસને અટકાવવા માટે પગલાં લઈ રહેલ છે, જેના સંદર્ભમાં અમોએ અમારા તા. 21-3-2020 પત્રથી મુખ્યમંત્રીશ્રીને અતિ આવશ્યક પગલાંઓ ભરવા માટે તાત્કારલિક જરૂરી કાર્યવાહી કરવા ધ્યાન દોરેલ છે. પ્રજાને પડતી મુશ્કેલીઓની વિગતો નીચે મુજબ છે, આ મુશ્કે્લીઓના નિરાકરણ માટે સત્વરે જરૂરી કાર્યવાહી થવા વિનંતી છે.
(1) સરકારશ્રી દ્વારા દુધ-શાકભાજી-ફળોની દુકાન, દવાની દુકાન, અનાજ-કરિયાણાની દુકાન વગેરે જીવન જરૂરિયાતની ચીજવસ્તુુઓની દુકાનો ચાલુ રાખવાની જાહેરાત કરવામાં આવેલ છે, પરંતુ બસ, ટ્રેન, વિમાન જેવી ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા બંધ હોવાના કારણે આ દુકાનોમાં પુરવઠો સમયસર અને પૂરતા પ્રમાણમાં પહોંચાડવામાં મુશ્કેલી સર્જાઈ રહી છે. અનાજની દુકાનો ખુલ્લી છે પરંતુ અનાજ, કઠોળ, તેલનો પૂરતો જથ્થો દુકાનોમાં ઉપલબ્ધં નથી. આ મુશ્કેલી દૂર કરવા માટે દરેક વસ્તુેનો પુરવઠો જળવાઈ રહે તે માટે રાજ્ય સરકારે પૂરતી વાહન વ્યવસ્થાં કરી સતત પુરવઠો મળી રહે તે માટે જરૂરી કાર્યવાહી કરવી જોઈએ.
(2) રાજ્યની ગરીબ પ્રજા કે જે દૈનિક ધોરણે કમાઈને પોતાનો તથા પરિવારનો જીવનનિર્વાહ કરે છે તેવા લોકોની આજીવિકા છેલ્લા આઠ-દસ દિવસથી બંધ થઈ ગયેલ છે. તેઓના જીવનનિર્વાહ માટે કેશડોલ્સ, અન્ય સહાય વગેરેની સરકારે યોગ્ય વ્યવસ્થા્ કરવી જોઈએ.
(3) સરકારશ્રીની જાહેરાત મુજબ રેશનકાર્ડ ઉપર મફતમાં અમુક ખાદ્યસામગ્રી સરકાર તરફથી આપવાની જાહેરાત થયેલ છે, જે સારી વાત છે. પરંતુ હાલના તબક્કે લોકડાઉન છે અને હજુ 15 દિવસથી વધુનો સમય પસાર કરવાનો બાકી છે અને આ લોકડાઉન ક્યારે પૂર્ણ થશે તેની કોઈને ખબર નથી. તો આ સમયગાળા સુધી ગરીબ-મજદુર-રોજેરોજનું કમાઈને જીવનનિર્વાહ કરતા ગુજરાતીઓ માટે સરકારે યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ.
(4) હાલ અલગ-અલગ વિસ્તારોમાંથી મોટા પ્રમાણમાં પ્રજાજનોનું સ્થરળાંતર ચાલુ છે તો આ સ્થળાંતરમાં પુરુષો, સ્ત્રીઓ, બાળકો, વૃદ્ધો, દિવ્યાંગજનો વિગેરે પણ છે તો આ પ્રજાજનો માટે સમય-સમય પ્રમાણે ભોજનની વ્યયવસ્થામ સરકારે કરવી જોઈએ.
(5) સ્થળાંતર દરમ્યાન પુરુષો, સ્ત્રીઓ, બાળકો, વૃદ્ધો, દિવ્યાંગજનો વિગેરેના રાત્રિરોકાણ માટે યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ.
(6) રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં કેટલાય લોકો સરકારની મદદ વગર ભુખ્યા સુઈ જાય છે. ઝુંપડપટ્ટી વિસ્તારોમાં દાહોદ, ગોધરા, મધ્યવપ્રદેશ, ઉત્તરપ્રદેશ, બિહાર વિગેરે વિસ્તારના નાગરિકો રહે છે કે જેઓ દૈનિક ધોરણે રોજગારી કરી, કમાણી કરી, પોતાની આજીવિકા ચલાવે છે, પરંતુ આ શ્રમજીવીઓની રોજગારી છેલ્લાં દસ દિવસ કરતાં વધુ સમયથી બંધ થયેલ છે. તેમની પાસે રેશનકાર્ડ પણ નથી કે તેમને આર્થિક મદદ કરનારું પણ કોઈ નથી. આવા લોકોને તાત્કાલિક સર્વે કરાવી સરકારે તેઓના જીવનનિર્વાહ માટે યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ.
(7) સરકાર દ્વારા આવા લોકોની જઠરાગ્નિ શાંત કરવા માટે ભોજનની વ્યવસ્થા કરવી જોઈએ કે જીવનનિર્વાહ માટે આવશ્યવક ચીજવસ્તુઓની કીટની વ્યવસ્થા કરવી જોઈએ.
(8) રાજ્યાના અલગ-અલગ વિસ્‍તારોમાં સ્વૈ‍ચ્છિક સેવાભાવી સંસ્થા્ઓ દ્વારા આવા લોકોની ચિંતા સેવામાં આવે છે અને મદદ કરવામાં આવે છે. પરંતુ સરકાર પાસે આવી સ્વૈચ્છિક સેવાભાવી સંસ્થાઓની કોઈ માહિતી હોતી નથી કે કોઈ સર્વે પણ કરવામાં આવતો નથી. કેટલી સ્વૈંચ્છિક સેવાભાવી સંસ્થાઓ દ્વારા આવા લોકો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે ? કેટલી સંસ્થાઓ દ્વારા જીવનનિર્વાહની કીટનું વિતરણ કરવામાં આવે છે ? વગેરે બાબતનો સર્વે કરાવી તેની માહિતી સરકારે પોતાની પાસે રાખવી જોઈએ.
(9) રાજ્યમાં કોરોના સંક્રમિત લોકોને રહેવા માટે અલગ કોરન્ટાઈન હોમની વ્યવસ્થા કરવામાં આવે અને ભોજન-પાણી-સલામતીની વ્યવસ્થા તાત્કાલિક સરકારે કરવી જોઈએ.
(10) પશુઓ માટે ઘાસચારાની પૂરતી વ્યવસ્થા ઉપલબ્ધ છે કે કેમ ? તેની તપાસ કરાવી પશુઓ માટે પૂરતો ઘાસચારો ઉપલબ્ધ કરાવવો જોઈએ.
(11) રાજ્યના દરેક વિસ્તા્રોમાં શાકભાજી-ફળોની લારી-ફેરીયાઓ દ્વારા ઉપલબ્ધ કરાવવી જોઈએ.
(12) રાજ્યતમાં આવશ્યક સેવા તરીકે મેડીકલ સ્ટોર્સ ખુલ્લા છે પરંતુ તેમાં જરૂરી દવાઓ ઉપલબ્ધા નથી ત્યારે મેડીકલ સ્ટો‍ર્સમાં પૂરતા પ્રમાણમાં જરૂરી દવાઓનો જથ્થો જળવાઈ રહે તે માટે યોગ્ય્ વ્યવસ્થા કરવી જોઈએ.
(13) રાજ્યના મેડીકલ સ્ટો્ર્સમાં નાગરિકોને કોરોના વાયરસના સંક્રમણથી બચવા માટે પૂરતા પ્રમાણમાં સેનીટાઈઝર, માસ્કનો જથ્થો ઉપલબ્ધ નથી, તે પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ કરાવવો જોઈએ.
(14) આરોગ્ય કર્મીઓને રૂા. 25 લાખનું વીમા કવચ આપવામાં આવેલ છે તેવી જ રીતે રાજ્યમાં જાનના જોખમે સફાઈ કરતાં, ગંદા વિસ્તારોમાં કામ કરતાં, ગટરના ગાળા કાઢતાં, ડોર ટુ ડોર કચરો ઉઘરાવતા સફાઈ કર્મીઓ, ડ્રાયવર અને તેની સાથે સંકળાયેલ તમામ કર્મચારીઓને પણ વીમા કવચ ઉપલબ્ધ કરાવવું જોઈએ. ઉપરાંત, લોકડાઉનના સમયે આવશ્યક સેવાઓ સાથે સંકળાયેલ કર્મચારીઓ તથા અન્ય વિભાગના જે કર્મચારીઓ ફરજ બજાવી રહ્‌યા છે તે તમામ કર્મચારીઓને રૂા. 50 લાખનું વીમા કવચ પૂરું પાડવું જોઈએ.
(15) ખેડૂતો માટે બિયારણ-ખાતર-દવા વગેરેની પૂરતી વ્યવસ્થા કરવી જોઈએ.
(16) ધાર્મિક/સામાજીક તથા અન્યે સ્વૈેચ્છિક સંસ્થાઓનું નિયમિત સંકલન થાય અને જનજીવન સામાન્ય થાય તે માટે આવી સ્વૈ્ચ્છિક સંસ્થાઓ વચ્ચેા અલગ-અલગ કામની વહેંચણી સુનિશ્ચિત કરવી જોઈએ, જેના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને જરૂરિયાત મુજબની વસ્તુ‍ઓ મળી રહેશે.
(17) ધાર્મિક/સામાજીક તથા અન્ય સ્વૈચ્છિક સંસ્થાના દરેક સભ્યોં તથા દરેક તબક્કે ચૂંટાયેલ જન પ્રતિનિધિઓ વિગેરેએ સેવાકીય પ્રવૃત્તિઓ વખતે સરકારના માણસો સાથે ઘર્ષણમાં ઉતરવું પડે છે, જેથી આવી સંસ્થાઓના પ્રતિનિધિઓ અને ચૂંટાયેલા જન પ્રતિનિધિઓની ઓળખ સુનિશ્ચિેત કરવા તાત્કાલિક ધોરણે પાસ ઈસ્યુ કરવા જોઈએ.
(18) ખેડૂતો, પશુપાલકો તથા અન્ય વસ્તુઓની અલૌકિક કામે અતિ આવશ્યંક પ્રવાસ માટે જવાનું થાય ત્યાિરે સ્થાશનિક તંત્ર દ્વારા આંશિક મુક્તિક આપવી જોઈએ.
(19) કોરોના વાયરસ અંગે લોકડાઉનની કાયદો અને વ્ય્વસ્થાિ જાળવવાની કામગીરી પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવે છે પરંતુ આ કામગીરી તેમણે લોકો સાથે સરકારી સુચનાઓનું પાલન સહાનુભૂતિથી કરાવવાને બદલે સખ્તાઈથી પગલાં ભરે છે, જેથી પોલીસ તંત્ર દ્વારા લોકો સાથે માનવતાપૂર્ણ વ્યવહાર થાય તેવી સૂચના આપવી જોઈએ.
(20) ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો તેનો ઉભો પાક બચાવવા માટે પોતે અથવા તો તેમના મજુરો અમુક સમયે ખેતરમાં જઈ શકે તે માટે આંશિક મંજુરી આપવી જોઈએ, કારણ કે આવા ખેતીના કામમાં ટોળે વળીને જવાનું હોતું નથી, જેથી પોતાની ખેતી માટે મંજુરી આપવામાં આવે તો તેઓ ઉભા મોલને બચાવી શકે.
(21) ખેડૂતોને ખાતર-બિયારણ ખરીદવા માટે જંતુનાશક દવાની દુકાનો અમુક સમય માટે ખુલ્લી રાખવાની મંજુરી આપવામાં આવે અને ખેડૂતોને આવી જંતુનાશક દવા ખરીદવા સારૂ આંશિક સમય માટે મંજુરી આપવામાં આવે.
ઉક્તક બાબતોને ગંભીરતાથી લઈ, પ્રજા પ્રત્યેવ સહાનુભૂતિ દર્શાવી, લોકડાઉનના સમયમાં પ્રજાને વધુ અવગડતા ન પડે, પ્રજાને જીવન જરૂરિયાતની આવશ્યરક વસ્તુઓ મળી રહે અને તંત્ર સાથે ઘર્ષણ ન થાય તે માટે પ્રજાના હિતમાં વિપક્ષ નેતાએ સૂચનો કરેલ છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x